NANDODNARMADA

રાજપીપળામાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 

રાજપીપળામાં એમડી ડ્રગ્સ સાથે ઝડપાયેલા બે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

 

આરોપીઓને ડ્રગ્સ આપનાર અન્ય એક આરોપીને ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી પોલીસે ઝડપી લીધો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લો અંતરિયાળ આદિવાસી વિસ્તાર છે બહુ ચર્ચિત એવા નશાના સાધન એમડી ડ્રગ્સ સાથે એસોજી નર્મદાએ બે આરોપીઓને ઝડપી લીધા હતા ત્યારે કહી શકાય કે નશાનો કાળો કારોબાર અંતરિયાળ વિસ્તારમાં પણ ફેલાઈ રહ્યો છે

{“fte_image_ids”:[],”remix_data”:[],”source_tags”:[],”source_ids”:{},”source_ids_track”:{},”origin”:”unknown”,”total_draw_time”:10,”total_draw_actions”:3,”layers_used”:2,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“draw”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
સમગ્ર મામલાની હકીકત એવી છે કે પોલીસ ઇન્સ્પેકટર વાય.એસ.શિરસાઠ એસ.ઓ.જી શાખા નર્મદા તથા પો.સ.ઈ. જે.એમ.લટા તથા એસ.ઓ.જી શાખાના માણસો દ્વારા મળેલ બાતમી આધારે આરોપી (૧) ફિરોજભાઈ લાલુભાઈ ઘોરી (૨) આફતાબહુસેન ફિરોઝખાન સોલંકી ને ગેરકાયદેસર માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ (MD) ૭ ગ્રામ કિ.રૂ. ૭૦,૦૦૦/- નો મળી આવેલ હતો. જે ગેરકાયદેસરનો મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો તથા સુઝુકી કંપનીની એક્સેસ સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા રોકડા રૂ.૨૧,૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૨,૧૦૦/-ના મુદ્દામાલ કબજે કરી રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી હતી

આજે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં પ્રથમવાર એમડી ડ્રગ્સ પકડ્યું છે જે કાર્યવાહી એસ ઓ જી દ્વારા કરવામાં આવી હતી જેમાં બે આરોપીઓને ૭૦ હજાર રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે રાજપીપળાથી ઝડપી લેવાયા છે જેમના ચાર દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે ઉપરાંત અન્ય એક આરોપી ને ભરૂચના ઝઘડિયાથી અટક કરવામાં આવી છે ડ્રગ્સ નું આખું નેટવર્ક ઝડપી તેને ઉજાગર કરવો અને આરોપીઓ કડક સજા કરાવવાનો પોલીસનો મુખ્ય પ્રયાસ છે પોલીસ આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે

 

Back to top button
error: Content is protected !!