સંતરામપુર તાલુકાની સુરપુર ગામે સસ્તા અનાજની દુકાન સંચાલક ની કામગીરી સામે ગ્રાહકોનો ભારે વિરોધ….
સંતરામપુર તાલુકાની સુરપુર ગામે સસ્તા અનાજની દુકાન સંચાલક ની કામગીરી સામે ગ્રાહકોનો ભારે વિરોધ….
અમીન કોઠારી મહીસાગર
સંતરામપુર તાલુકાના સુરપુર ગામે આવેલી સસ્તા અનાજ સરકારી દુકાનમાં નિયમિત રૂપે અનાજ અને કૂપન કાડૅગગ્રાહકો નેના આપતાં દુકાન સંચાલક વિરુદ્ધ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજ રોજ વહેલી સવારે 10 વાગે મોટી સંખ્યામાં દુકાન પાસે ગ્રામજનો ભેગા થઈ કાડૅગ્રાહકોએ આ દુકાનદાર ની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાનદાર દુકાને
સતત ગેરહાજર રહે છે અને ગ્રાહકોને તેમના હકનું અનાજ તથા કૂપન પણ આપતો નથી. ને દુકાનદાર નું વતૅન ગ્રાહકો.સાથે યોગ્ય નાં હોઈ કાડૅગગ્રાહકો એ દુકાનદાર વિરુદ્ધ હલ્લાબોલ મચાવેલ.
આ ઘટનાની જાણ તાત્કાલિક સંતરામપુર , મામલતદાર તથા પ્રાંત અધિકારીને ટેલિફોનિક રીતે રજુઆત કરાતાં. સ્થાનીક તંત્ર એકશનમા આવેલ ને સંતરામપુર મામલતદાર તથાનાયબ પુરવઠા મામલતદારની ટીમ ને સરપંચ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અધિકારીઓએ બંને પક્ષોની વાત સાંભળી અને દુકાન સંચાલકને તાકીદ કરતા જણાવ્યું હતું કે આવતીકાલથી તમામ ગ્રાહકોને પૂરું અનાજ અને કૂપન આપવા પડશે. તેમજ અને આવી કોઈ ફરિયાદ હવે આવશે તો દુકાનનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
સંતરામપુર તાલુકાસથાનિક પ્રશાસનના અસરકારક હસ્તક્ષેપ બાદ મામલો શાંત પડેલ. તંત્ર દ્વારા ગ્રામજનો ને ખાતરી આપવામાં આવી હતી કે તમામ કાડૅ ગ્રાહકોને આગામી સમયમાં કોઇ અડચણ વિના સરકાર દ્વારા મળતું અનાજ સમયસર મળી રહેશે.
તસવીર
અમીન કોઠારી મહીસાગર….
19,09,2025.