GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:“મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી – માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ”

MORBI:“મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી – માનવતાની સેવા દ્વારા પિતૃ તૃપ્તિ”

 

 

હિંદુ પરંપરા મુજબ શ્રાદ્ધ પર્વ દરમિયાન પોતાના પિતૃઓની યાદમાં તૃપ્તિદાયક કાર્ય કરવું એ પવિત્ર કર્તવ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ગરીબ અને ભૂખ્યા લોકોને ભોજન કરાવવું પિતૃ તૃપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

“ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ સર્વોત્તમ દાન છે.” આ માન્યતાને ધ્યાનમાં રાખીને જ મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી દ્વારા તારીખ 19th સપ્ટેમ્બરે આ અન્નદાન સેવા કાર્ય કરવામાં આવ્યું.આજે લીલાપર રોડ શમશાન આગળની ઝૂંપડપટ્ટી તથા માર્ગમાં આવેલી અન્ય ઝૂંપડપટ્ટીમાં રહેતા આર્થિક રીતે નબળા લોકોને અન્નદાન કરવામાં આવ્યું.


આ સેવા અંતર્ગત જરૂરિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું હતું.મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી સતત આવી માનવ સેવા કાર્યો દ્વારા સમાજમાં સેવા અને સંવેદનાનું બીજ વાવવાનું કાર્ય કરી રહી છે.

Back to top button
error: Content is protected !!