અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું
અરવલ્લી જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા ઉજવણી અંતર્ગત મોડાસામાં વિવિધ કાર્યક્રમો યોજાયા. જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ સૌપ્રથમ કડિયાવાડા રોડ પર પોસ્ટ ઓફિસ બાજુએ બપોરે ૧૨ વાગ્યે સ્વચ્છતા અભિયાન યોજાયું.બપોરે ૩ વાગ્યે મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે નરેન્દ્રભાઈ મોદીની જીવનશૈલી પર પ્રદર્શની તથા પ્રબુધ્ધ નાગરિક સંમેલન યોજાયું.આ સંમેલનમાં “મોદીની જીવનશૈલી, સિદ્ધિઓ અને વિકસિત ભારત” વિષય પર હર્ષદગીરી ગોસ્વામી (પૂર્વ પ્રદેશ મંત્રી, ગુજરાત પ્રદેશ) દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું.કાર્યક્રમોમાં જિલ્લા આગેવાનો, કાર્યકરો તથા પ્રબુધ્ધ નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા