રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
નાના કપાયા ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” થીમ હેઠળ મેડિકલ કેમ્પ યોજાયો
મુંદરા, તા. 20 : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાના કપાયા ખાતે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” થીમ હેઠળ એક મેગા મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપીને એક સશક્ત સમાજનું નિર્માણ કરવાનો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવીએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમના ઉદ્બોધનથી ઉપસ્થિત સૌને આરોગ્ય જાગૃતિ અંગે પ્રેરણા મળી હતી.
કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોએ પોતાની સેવાઓ આપી. જેમાં મુંદરા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. તીર્થ પટેલે સગર્ભા માતાઓની તપાસ કરી અને જરૂરી સારવાર આપી હતી. આ ઉપરાંત ભુજપુર સામુહિક આરોગ્ય કેન્દ્રના દંત ચિકિત્સક ડો. પૂજાબેને દાંતના દર્દીઓની તપાસ કરી અને તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ મેગા મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ઘણા આરોગ્યકર્મીઓએ યોગદાન આપ્યું હતું જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમના ડો. સંજય યોગી, એડોલેશન કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સુમન સમા, લેબોરેટરી ટેકનિશિયન ચેતન પંડ્યા, હેલ્થ સુપરવાઇઝર મનોજભાઈ સોની અને સુમિત્રાબેન બલાત, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધાર્તિક રાઠોડ અને શ્રેયાબેન અસારી, આરોગ્ય કાર્યકર ગીતાબેન, જીગર બેલા અને સંજય ચુડાસમા તથા આશા બહેનોએ સક્રિય ભાગ લીધો હતો. આ તમામના સહયોગથી સગર્ભા માતા તપાસ સહિતની અનેક મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ મેગા મેડિકલ કેમ્પ દ્વારા સ્થાનિક નાગરિકોને તેમના ઘરઆંગણે જ નિષ્ણાત તબીબી સેવાઓ મળી રહેતાં તેમના સ્વાસ્થ્યને મોટો લાભ થયો છે. આવા કેમ્પ નિયમિતપણે યોજાય તે માટે ઉપસ્થિત સૌએ આશા વ્યક્ત કરી હતી.
(વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : પુજા ઠક્કર, 9426244508, ptindia112@gmail.com)