યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી એસ ટી ના વિભાગીય અધિકારી ની હાજરી માં…..
રાજુલા ઍસ ટી ડેપો માં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો…
રાજુલા ઍસ ટી ડેપો માં સ્વછતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા ના એસ ટી ના વિભાગીય અધિકારી અતુલ સોલંકી તેમજ હિસાબી અધિકારી ની હાજરીમાં રાજુલા એસ.ટી.ડેપોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં રાજુલા એસ.ટી.ડેપોના સ્ટાફ દ્વારા વિભાગીય અધિકારીને કાઠીયાવાડની પરંપરા મુજબ આવેલા વિભાગીય અધિકારી ને સાફો બાંધી પુષ્પ ગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવેલું આજના આ કાર્યક્રમમાં રાજુલા ટી.જે.બી.એસ.ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ દ્વારા એસ.ટી ડેપોમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને સ્વચ્છતા અભિયાન અંતર્ગત વક્તવ્ય આપવામાં આવેલી છે જેમાં ખાસ કરીને આ શાળાની દીકરી રૈયા હાનાણી જે જિલ્લા કક્ષાએ વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તે દીકરી દ્વારા આ પ્રવાસીઓને સ્વચ્છતા બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગ ડેપો મેનેજર એમડી જોશી તેમજ એ.ટી.આઈ જગદીશ મહેતા તેમજ ખોડુભાઈ બોરીચા તે મુજબ રવિભાઈ તેમજ સમગ્ર સ્ટાફ હાજર રહેલો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગૌતમ પડિયા દ્વારા કરવામાં આવેલું અમરેલી જિલ્લાના રાજુલા એસ.ટી ડેપોમાં સ્વચ્છતા બાબતે વિભાગીય અધિકારીએ સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવેલા અને અંતમાં આ કાર્યક્રમ માં આવનાર તમામ વિદ્યાર્થીને ભેટ સ્વરૂપે બોલપેન આપવામાં આવેલી