તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના રામાનંદ પાર્ક ખાતે નવરાત્રી મહોત્સવ ની ભવ્ય તૈયારીઓ ને અપાયેલો આખરી ઓપ
દાહોદ.શ્રી રામજી મહારાજ મંદિર ટ્રસ્ટ રામાનંદ પાકૅ દાહોદ ના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ ના સાનિધ્ય માં રામાનંદ પાકૅ સેવા સમિતિ.સનાતન વલ્ડ પરિવાર દાહોદ તથા રામાનંદ પાકૅ મહીલા મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાથે ધાર્મિક અને સામાજિક સેવા ઓ તથા રાષ્ટ્રીય તહેવારો અને સનાતન ધર્મ ની જાગૃતિ માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ચાલુ વર્ષે માં શક્તિ આરાધના ના પવૅ નવરાત્રી મહોત્સવ સોમવાર ના રોજ ૨૨ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ થી શુભારંભ થનાર છે નવલી નવરાત્રી ને ઉજવવા ખેલૈયાઓ મા થનગનાટ જોવા મળી રહ્યો છે રામાનંદ પાકૅ ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ગરબા રમવા માટે ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે લાઈટ ડેકોરેશન.સાઉન્ડ સીસ્ટમ.નાની બાલીકાઓ અને મહિલા ઓ માટે તથા સાવૅજનિક નાગરિકો માટે ના અલાયદા ગરબા ગ્રાઉન્ડ.પુરતી સીકયુરીટી.ટ્રાફીક વ્યવસ્થા.જાહેર શૌચાલય.તાત્કાલીક આરોગ્ય સેવાઓ આમંત્રિતો માટે અલગ બેઠક વ્યવસ્થા.પોલીસ બંદોબસ્ત સાથે વિશાળ મંડપ ડેકોરેશન જેવી વ્યવસ્થા ઓ ની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે