GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI :મોરબીના ટીંબડી પાટિયા નજીક કોલસા આડેનુ પાટિશન તૂટતા: ઓરડીમાં રહેલી દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું

 

 

MORBI :મોરબીના ટીંબડી પાટિયા નજીક કોલસા આડેનુ પાટિશન તૂટતા: ઓરડીમાં રહેલી દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું

 

મોરબીના ટીંબડી પાટિયા નજીક કોલ ડેપોમાં અચાનક જ કોલસા આડેનુ પાટિશન તૂટતા કોલસાનો ઢગલો મજૂરની ઓરડી ઉપર ધસી પડતા ઓરડીમાં રહેલી દોઢ વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટિયા પાસે આવેલ દાદા કોલ ડેપો નામના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા ચેનસિંહ બદીયાભાઈ પરમારની પુત્રી યોગીતા ઉ.1.5 તેમની ઓરડીમાં હતી ત્યારે કોલસાના ઢગલા આડેનુ પાટિશનનું પતરું તૂટી જતા કોલસો ઓરડી ઉપર ધસી આવતા ઓરડીનું પતરું પણ તૂટી ગયું હતું અને ઓરડીમાં રહેલ યોગીતા કોલસા હેઠળ દટાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!