BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં સંસ્કૃત સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી

29 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણ ખાતે સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસારના હેતુથી સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ અને એન એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્ત્વ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરતા વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું અને વિદ્યાર્થીઓએ સમાજમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો.
સંસ્કૃત સપ્તાહ અંતર્ગત સંસ્કૃત સંભાષણ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી નિરવભાઈ રાવલ, પ્રાંત કનવીનર શ્રી, સંસ્કૃત ભારતી, શ્રી બીપીનભાઈ લોધા, સહ કનવીનર, સંસ્કૃત જનપદ, સંસ્કૃત ભારતી, બનાસકાંઠા, શ્રી કમલેશભાઈ મેવાડા, સંસ્કૃત ભારતી કાર્યકર, બનાસકાંઠા ઉપસ્થિત રહયા હતા. શાળાના આચાર્યશ્રી એ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સંસ્કૃત ભાષાના માહાત્મ્ય વિશે સમજાવ્યું હતું. ત્યારબાદ શ્રી નીરવભાઈ રાવલ અને શ્રીએ બીપીનભાઈ લોધાએ સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષામાં સંસ્કૃત સરળતાથી કેવી રીતે બોલી શકાય અને સમજી શકાય તે વિશે સમજાવ્યું હતું. અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે દૈનિક જીવનમાં ઉપયોગી સરળ સંસ્કૃત વાક્યો દ્વારા પરસ્પર સંવાદ કરી સંસ્કૃત ભાષાની સરળતા અને ઉપયોગિતાનો પરિચય કરાવ્યો હતો. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષામાં સંવાદ, વક્તવ્ય તથા વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાને ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાનો અમૂલ્ય વારસો ગણાવી તેના સંરક્ષણ અને પ્રચાર-પ્રસાર માટે પ્રેરણા આપી હતી. શાળાના સંસ્કૃત શિક્ષકો તથા તમામ શિક્ષકમિત્રોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકોએ શ્લોકો, સુભાષિતો અને સંસ્કૃત ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર સંસ્કૃત સપ્તાહની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, ગૌરવ અને જાગૃતિનો વિકાસ થયો હતો. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્થાનિક સમાજ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી ડી.જે.રાણા અને શ્રી આર.કે.અતિતે કર્યું હતું. અને કાર્યક્રમનું સંચાલન ડો.કે.જે.કકકડે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિએ તમામને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!