વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
૧૮ સપ્ટેમ્બર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા પખવાડિયા કાર્યક્રમમાં વાંસદા તાલુકાનાં ચોઢા ગામે મહિલાઓને સ્વ નિર્ભર બનવવા માટે ચોઢા ગામના રિદ્ધિ સિદ્ધિ આદર્શ ગામના સહયોગથી 50 જેટલી મહિલાઓને કપડા સીવવાના સંચા હાર્દિક જન પરિવર્તન ટ્રસ્ટ (હાર્દિક સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ) ચીખલી દ્વારા આજથી ટ્રેનિંગ શરૂ કરવામા આવી હતી. જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી એસ.ટી. મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રિદ્ધિ સિદ્ધિ ચોઢાગામના પ્રણેતા પ્રકાશભાઈ નાયક નવસારી જિલ્લા સેવા પખવાડિયા સહ ઇન્ચાર્જ રાકેશભાઈ શર્મા વાંસદા મંડળના પ્રમુખ સંજયભાઈ પટેલ, સંજયભાઈ બિરારી, તરુણભાઈ ગાવીત,સરપંચ વેલજીભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.