તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો
ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત કરાયું આરોગ્ય કેમ્પનું આયોજન આ કેમ્પનું ઉદ્ઘાટન ગામના સરપંચ રેખાબેન અલ્પેશભાઈ હઠીલા તથા પ્રાઈવેટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. યશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પમાં કુલ ૧૭૪ લાભાર્થીઓએ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મહિલાઓના આરોગ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતું આ કેમ્પ અત્યંત ઉપયોગી અને સફળ સાબિત થયું.🔹કેમ્પમાં આપવામાં આવેલી મુખ્ય આરોગ્ય સેવાઓ કુટુંબ નિયોજન અંગે જાગૃતિ: બે બાળકો ધરાવતી મહિલાઓને સ્ટેરિલાઈઝેશન અંગે સમજ આપવામાં આવી, તથા સાસુ-વહુને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી.NCD સ્ક્રીનિંગ : 30 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓનું DM અને HTN માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું.ક્ષયરોગ અને કુષ્ઠરોગ અંગે જાગૃતિ: TB અને Leprosy વિશે વિસ્તૃત માહિતી અને લક્ષણોની ઓળખ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.ANC તપાસ અને આયુષ્માન કાર્ડ વિતરણ : કુલ 30 ગર્ભવતી મહિલાઓની તબીબી તપાસ કરવામાં આવી અને તેમને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા.સ્તનપાન અંગે માર્ગદર્શન : ધાત્રી માતાઓને સચોટ અને સુખદ રીતે સ્તનપાન કરાવવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી.આયુષ્માન કાર્ડની કામગીરી: નવો રજીસ્ટ્રેશન અને આયુષ્માન કાર્ડનું વિતરણ પણ કેમ્પમાં હાથ ધરવામાં આવ્યું.આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓના આરોગ્ય અને કુટુંબ સુખાકારી માટે ઉત્તમ પહેલ કરવામાં આવી છે. કાર્યક્રમનો લાભ લઇ લોકસમાજમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે.આ કેમ્પ નું સફળ આયોજન ડૉ. પ્રીતિ નીનામા – મેડિકલ ઓફિસર, દ્વારા કરવામાં આવ્યું જેમાં PHC ડુંગરીનો આરોગ્ય સ્ટાફ અને અન્ય સહાયક ટીમ અને લાભાર્થીઓ નો સાથ સહકાર રહ્યો હતો.