વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જબુગામ થી ધામસીયા સુધીના ફોર લેનનું વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરાયું
મુકેશ પરમાર,,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ થી ધામસિયા સુધીના ફોર લેનનું માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યુ હતું. આ NH-૫૬ જબુગામથી ધામસિયા સુધીનો ૩૮.૨૯ કિ.મી. લાંબો ફોરલેન ૧૧૮૮ કરોડથી વધુ ખર્ચે બનાવવાનામાં આવશે. આ પ્રસંગે બોડેલી સ્વામિનારાયણ હોલ ખાતેથી સાસંદશ્રી જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતુ કે, છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ફોરલેન હાઈવે બનવા જઈ રહ્યો. જેથી વાહન ચાલકોને લાભ થશે સાથે ટ્રાફિકની સમસ્યા દૂર થશે. નેશનલ હાઇવે ૫૬ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને નસવાડી તાલુકામાંથી પસાર થશે. જેથી ખડકલા, વડાતળાવ, ધરોલિયા, સનીયાદરી, તંદાલ્જા, ભોજપુર, ઘેલપુર, ખોડિયા, પાણેજ, દેસણ, કોસીન્દ્રા, વાસણા, પરવટા, ભગવાનપુરા, સીન્ધીકુવા, આનંદપુરી, હરીપુરા, નસવાડી, અકોના, ઘોડીસીમેલ અને ધામસિયા ગામોને લાભ થશે.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ,ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. ગુજરાતના ભાવનગર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું રાષ્ટ્રાર્પણ કર્યુ હતું જેનું ઉપસ્થિત સૌએ લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ગાર્ગીજૈન, ધારાસભ્યશ્રી જયંતીભાઈ રાઠવા, ડીડીઓ સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, NHAIના પ્રોજેક્ટ ડીરેક્ટર વિપુલ ગુપ્તા, PIU એકતાનગરના ડેપ્યુટી મેનેજર સુરજ ભાટી, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શીતલકુંવરબા સહિતના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.