તા.૨૦.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકા રૂલર પોલીસ સ્ટેશનની સામે આઇસર અને મોપેડ ગાડી વચ્ચે ટક્કર.. અકસ્માતમાં કોઈ જાનહાની નહિ CCTV ફૂટેચ આવ્યા સામે
દાહોદ ગ્રામ્ય પોલિસ સ્ટેશનની સામેં આઈસર ટ્રક અને મોપેડ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો.પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક આવેલ CNG પંપ પર આઈસર ટ્રકમા CNG ભરાવી આઈસર ટ્રક નો ચાલક ગોધરા તરફ જવા રોડ ક્રોસ કરી રહ્યો હતો.ત્યારે દાહોદ તરફથી બેદરકારીથી મોપેડ ચાલકએ પોતાના કબ્જાની મોપેડ દોડાવી લાવી રોડ ક્રોસ કરી રહેલ આઈસર ટ્રકમા ભરાઈ જતા અકસ્માત સર્જાયો હોવાનું CCTV મા સામે આવ્યું છે.અકસ્માત થતા આસપાસના લોકો તેમજ પોલિસના માણસોં પોલીસ સ્ટેશન માંથી દોડી આવ્યા હતા.અકસ્માતમા કોઈ જાન હાની ન થતા ઉપસ્થિત લોકોએ હાસકારો લીધો હતો.અને અકસ્માત ક્યાં કારણો સર થયું એની તપાસ હાથ ધરી હતી.ત્યારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની સામે લગાવેલ CCTV કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી હતી જેમાં CCTV કેમેરામા સ્પષ્ટ જોવાં મળ્યું હતું કે જ્યારે આઈસર ટ્રકમા CNG ભરાવી આઈસર ટ્રક નો ચાલક ગોધરા તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહયો હતો.ત્યારે દાહોદ તરફ થી મોપેડ ચાલકએ મોપેડ દોડાવી લાવી રોડ ક્રોસ કરી રહેલ આઈસર ટ્રક ને ટક્કર મારી હતી.પણ આ ઘટનામા કોઈ જાન હાની કે કોઈ મોટુ નુકસાન ન થતા લોકોએ હાસકારો લીધો હતો.ત્યારે આ મામલે પોલીસ કાર્યવાહી કરવામાં આવી એવું જાણવા મળ્યું