આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું પેચ વર્ક કામ હાથ ધરાયું
આણંદ જિલ્લામાં વરસાદના કારણે ખરાબ થયેલ રસ્તાઓનું પેચ વર્ક કામ હાથ ધરાયું
તાહિર મેમણ – આણંદ – 20/09/2025 – આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, જે અંતર્ગત રોડ ઉપર હોટ મિક્સ પેચ વર્ક, પેવર પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ રસ્તાઓમાં ચિખોદરા ચોકડી થી સારસા સુધીનો રોડ નવો બનાવવામાં આવશે જેની ટેન્ડરિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે અને હાલ આ રસ્તા ઉપર હોટ મિક્સ પેચ વર્ક અને પેવર પટ્ટા નું કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખરાબ થયેલ રસ્તાઓમાં ગલીયાણા પચેગામ દુગારી રોડ, ફતેપુરા રીંઝા રોડ, તારાપુર ખંભાત રોડ, સિંજીવાડા તારાપુર રોડ, ભાલેજ ઓડ અહીંમાં રોડ, પામોલ ખડોલ રોડ ઉપર પડેલ ખાડાઓ પૂરીને ખરાબ થયેલા રસ્તાઓનું પેચવર્ક કામ કરીને મોટરેબલ બનાવવામાં આવ્યા છે. દરરોજ અલગ અલગ રસ્તાઓ ઉપર હોટ મિક્સ પેચ વર્ક કરીને મોટરેબલ બનાવવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત આણંદ જિલ્લામાં ગ્રામ્ય અને હાઇવે ના રસ્તાઓ ઉપર હોટ મિક્સ પેચ વર્ક પેવર પટ્ટાનું યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે, માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા જિલ્લાના તમામ રસ્તાઓ મોટરેબલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે, તેમ શ્રી હિતેશ ગઢવી એ વધુમાં જણાવ્યું છે.