BANASKANTHAGUJARAT

થરા ખાતે શ્રી ઓગડ લો કોલેજ વખા દ્વારા મફત કાનૂની સહાય અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

થરા ખાતે શ્રી ઓગડ લો કોલેજ વખા દ્વારા મફત કાનૂની સહાય અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

થરા ખાતે શ્રી ઓગડ લો કોલેજ વખા દ્વારા મફત કાનૂની સહાય અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે તા. ૨૦/૦૯/૨૦૨૫ ને શનિવાર ના રોજ સવારે શ્રી ઓગડ લો કોલેજ વખા દ્વારા FREE LEGAL AID મફત કાનૂની સહાય ના કેમ્પનું આયોજન દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. લૉ કોલેજના અધ્યાપક પ્રો.પ્રકાશભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી પરિચય પરિચય કરાવ્યો હતો. પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રિનસીપાલ મુકેશભાઈ વાઘેલાએ મફત કાનૂની સહાય વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.લૉ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ કાયદાઓની કાનૂની સલાહ વિશે માહિતી આપવામાં આવી હતી.આ શિબિરમાં લૉ કોલેજના પ્રિન્સિપાલ મુકેશભાઈ વાઘેલા, સિનિયર અધ્યાપક બબીતાબેન રાણા,કોલેજના વિદ્યાર્થીમિત્રો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કોલેજના વિધાર્થીઓ દિપકભાઈ પરમાર,ઈરફાનભાઈ કોઠારી અને રશ્મિબેન પરમાર,ભાગ્યશ્રીબેન પઢીયાર દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ પ્રો.દશરથભાઈએ કરી હતી.સ્ટાફ મિત્રોનો સહયોગ રહ્યો હતો.કોલેજ કેમ્પસના ચેરમેન પ્રવિણસિંહ વાઘેલા એ વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!