રશિયાએ યુક્રેન દેશના જુદાજુદા શહેરોમાં એક મોટો હુમલો કર્યો
રશિયાએ યુક્રેન દેશના જુદાજુદા શહેરોમાં એક મોટો હુમલો કર્યો છે. રશિયન સૈન્યએ શનિવારે વહેલી સવારે યુક્રેને ટાર્ગેટ કરી મોટાપાયે મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો, જેમાં ત્રણ લોકોનાં મોત થયા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. યુક્રેનના સરકારી અધિકારીઓ અનુસાર રશિયાએ 619 ડ્રોન અને 50થી વધુ બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો.
યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેસ્કીએ જણાવ્યું કે, રશિયાએ માયકોલાઈવ, ચેર્નિહાઈવ, જાપોરિજિયા, પોલ્ટાવ, કીવ, ઓડેસા, સુમી અને ખાર્કિવ સહિત 9 વિસ્તારમાં હુમલા થયા હતા. વધુમાં તેમને જણાવ્યું કે, દુશ્મનનું લક્ષ્ય અમારી પાયાનું માળખું, આવાસીય વિસ્તાર અને બીનસરકારી સંસ્થાન હતા. રશિયાએ કલસ્ટર હથિયારોથી સજ્જ એક મિસાઈલ દ્વિપો શહેરની એક ઉંચી ઈમારત પર હુમલો કર્યો. જો કે, ઝેલેન્સકીએ તેઓના નાગરિકોને ડરવાની કોઈ જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
યુક્રેનિયન સૈન્યએ 552 ડ્રોન, બે બેલિસ્ટિક મિસાઇલ અને 29 ક્રુઝ મિસાઇલ તોડી પાડ્યા અને નિષ્ક્રિય કર્યા. રશિયાએ એસ્ટોનિયન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરવાનો ઇનકાર કર્યો છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે નકારી કાઢ્યું છે કે તેના વિમાને એસ્ટોનિયન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું, જ્યારે એસ્ટોનિયન સરકારે કહ્યું હતું કે શુક્રવારે ત્રણ ફાઇટર જેટ પરવાનગી વિના તેના ક્ષેત્રમાં પ્રવેશ્યા અને 12 મિનિટ સુધી આકાશમાં ફરતા રહ્યા હતા.
ઝેલેન્સ્કીએ કહ્યું કે તેઓ આગામી અઠવાડિયે યુએન જનરલ એસેમ્બલી દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળવાની આશા રાખે છે. તેમણે એમ પણ કહ્યું યુક્રેન અને યુએસના પ્રથમ મહિલા વચ્ચે બાળકો સંબંધિત માનવતાવાદી મુદ્દાઓ પર અલગથી વાતચીત થવાની સંભાવના છે.
મળતી માહિતી અનુસાર, યુક્રેનના મધ્ય ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પૂર્વીય શહેર ડિનિપ્રોમાં ઘણી બહુમાળી ઈમારતો અને મકાનોને નુકસાન થયું હતું. યુક્રેનિયન વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયાએ 619 ડ્રોન અને મિસાઈલો છોડ્યા હતા. કુલ 579 ડ્રોન, આઠ બેલિસ્ટિક મિસાઇલો અને 32 ક્રુઝ મિસાઇલો મળી આવી હતી.