વિજાપુર મામલતદાર કચેરીએ આધારકાર્ડની કામગીરી ને લઈ કુપન વ્યવસ્થા ને લઈ અરજદારો પરેશાન
કુપન વ્યવ્યસ્થા મા આજે તમારો આધાર લિંક માટે જાવ તો કુપન ત્રણ દિવસ પછી આવવા માટે અપાય છે
એક આધાર કાર્ડ લિંક માટે અઠવાડિયું અને તેમાં પણ 100 થી 200 રૂપિયા ખર્ચો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરીએ ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ની સેવા લેવા જતા અરજદારો આધાર કાર્ડ સુધારો અને આધારકાર્ડ લિંક તેમજ અપડેટ કરવાની કાર્યવાહી ને લઈ કચેરી દ્વારા જે કુપન વ્યવસ્થા કરવા મા આવી છે. તેમાં અરજદારો ને ધરમ ના ધક્કા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે અરજદારો ભારે પરેશાની મા મૂકાયા છે. એક આધાર કાર્ડ ને લિંક અને સુધારવા અપડેટ માટે અઠવાડિયું વીતી જાય છે. અને તેમાં પણ ભૂલ આવે તો તેને સુધારવા મા ઘણો સમય વિતી જતો હોવાની રાવ ઉઠી છે. આધાર કાર્ડ અપડેટ માટે જે તે દિવસે ગયેલ અરજદાર ત્યાં થી પાછો જાય તો ખર્ચો અને ફરી આવે તો ખર્ચો આમ કેવાયસી માટે આપવા મા આવતો એક આધાર કાર્ડ ની પાછળ રૂપિયા પાંચસો ખર્ચાઈ જાય છે. જનસેવા મા બેઠેલા કર્મચારી પાસેથી પણ અરજદારોને કોઈ વ્યસ્થીત જવાબ મળતો નથી જેને લઇ જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરીએ જતા અરજદારો ભારે પરેશાની મા મૂકાઈ જાય છે. એક અરજદાર ના જણાવ્યા પ્રમાણે આધાર કાર્ડ લિંક કરાવવા માટે આખો અઠવાડિયું નીકળી ગયું તેમા પણ ઘર ના પાંચ સભ્યો પૈકી એકનો આધાર કાર્ડ લિંક થયું જ્યારે અન્ય લોકો ને ફરી ધક્કા ખાવાનો વારો આવે છે. આધાર કાર્ડ અપડેટ અને લિંક અરજદાર ને સવલત અને સમય ની બચત થાય તેવી વ્યવસ્થા કરવા ની લોકો મા માંગ ઉઠી છે.