BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર આઈ .એમ. એ ની વાર્ષિક દાયિત્વ ગ્રહણ સમારોહ માં હોદ્દો ગ્રહણ સાથે હિસાબ ના અહેવાલ પણ રજૂ થયા
21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર આઈ .એમ. એ ની વાર્ષિક દાયિત્વ ગ્રહણ સમારોહ માં હોદ્દો ગ્રહણ સાથે હિસાબ ના અહેવાલ પણ રજૂ થયા.પાલનપુરમાં જાણીતાં તબીબો વાર્ષિકોત્સવ ઉજવણી સાથે સાથે
હોદ્દો ગ્રહણ વરસનો અહેવાલ રજૂ કરાયો હતો જેમાં અનેક નિયુક્ત હોદ્દેદારો નિમણૂક પણ થઈ હતી IMA પાલનપુર ની વાર્ષિક જનરલ બોડી મીટીંગ તેમજ દાયિત્વ ગ્રહણ સમારોહ આરોગ્ય ધામ ખાતે યોજાયો હતો જેમાં ગત વર્ષનો અહેવાલ તેમજ હિસાબ રજૂ થયો હતો તેમજ આખા વર્ષ દરમિયાન થયેલ કામગીરીનું સ્લાઈડ શો પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.આ સાથે વર્ષ 2025-26 ની ટીમનો દાયિત્વ ગ્રહણ યોજાયો હતો જેમાં ડો. મિહિર પંડ્યા પ્રમુખ તરીકે તેમજ ડો. જીગ્નેશ પટેલ મંત્રી તરીકે નિયુક્ત થયા હતા.