વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના 75 માં જન્મ દિવસ નિમિત્તે સાધલી ખાતે બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો
ફૈઝ ખત્રી…શિનોર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી ના 75 માં જન્મ દિવસ નિમિત્તે સાધલી ખાતે ભાજપા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરાયું હતું.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વડોદરા ની ધ્વનિ બ્લડ બેન્ક તેમજ શિનોર તાલુકા ભારતીય જનતા પાર્ટી ના સંયુક્તક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ ની અધ્યક્ષ સ્થાને બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો.
કાર્યક્રમ માં ઉપ પ્રમુખ પ્રમથેસ પટેલ.ભાજપા મહા મંત્રી હિતેશ ઠાકોર સહિત ભાજપના કાર્યકરો યુવાનો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કરી માનવતા મહેકાવી હતી..