MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
MORBI:મોરબીના નીચી માંડલ ગામ નજીકથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ
મોરબીના નીચી માંડલ ગામ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી પોલીસે ૨૦૦ લીટર ગરમ આથો, ઠંડો આથો ૧૮૦૦ લીટર અને ૨૭૦ લીટર દેશી દારૂ સહીત ભઠ્ઠીનો સામાન સહીત કુલ રૂ ૯૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના નીચી માંડલ ગામની સીમમાં વીડી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી અંગે બાતમી મળતા ટીમે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસે ગરમ આથો ૨૦૦ લીટર કીમત રૂ ૪૦૦૦, ઠંડો આથો ૧૮૦૦ લીટર કીમત રૂ ૩૬,૦૦૦ તેમજ ૨૭૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૫૪,૦૦૦ અને ભઠ્ઠીના સાધનો મળીને કુલ રૂ ૯૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપીઓ વાલજી ઉર્ફે વાલીયો શામજી ઝંઝવાડિયા રહે ત્રાજપર મોરબી, ગૌતમ ઉર્ફે ગટટો રહે ઉચી માંડલ અને બે અજાણ્યા ઈસમો નાસી જતા મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે `