ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને પાલનપુરના વેડંચા ખાતે સર્વરોગ નિદાન અને રકતદાન કેમ્પનું આયોજન કરાયું

21 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત પાલનપુર તાલુકાના ૧૨ ગામના નાગરિકોને આરોગ્ય સેવાઓનો લાભ ૪૩૧ લોકોના આરોગ્યનું સ્ક્રીનીંગ: ૭૫ યુવાનો દ્વારા રક્તદાન, ૧૨૪ લેબ ટેસ્ટ તથા ૪૪ લોકોને પી.એમ જય અને વય વંદના યોજનાનો લાભ મળ્યો.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને પાલનપુર તાલુકાના વેડંચા ખાતે ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત સર્વરોગ નિદાન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બનાસકાંઠા તથા તાલુકા આરોગ્ય કચેરી પાલનપુરના ઉપક્રમે યોજાયો હતો. પાલનપુર તાલુકાના ૧૨ ગામના ૪૩૧ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સાથે જ ૭૫ યુવાનો દ્વારા રક્તદાન કરી દેશ સેવામાં યોગદાન આપવામાં આવ્યું હતું.
તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દીપક અનાવાડીયાના માર્ગદર્શન હેઠળ ડૉ. એન. જી. પટેલ, મેડીકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડંચા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ વિભાગોમાં સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં જનરલ મેડીસીન વિભાગમાં ૨૧૪ લાભાર્થીઓ, સ્ત્રીરોગ વિભાગમાં ૭૧ લાભાર્થીઓ, આંખ રોગ વિભાગમાં ૧૧૯ લાભાર્થીઓ, બાળરોગ વિભાગમાં ૨૪ લાભાર્થીઓ, કેન્સર રોગ વિભાગમાં ૦૩ લાભાર્થીઓ મળીને કુલ ૪૩૧ લાભાર્થીઓને સેવા આપવામાં આવી હતી. આ સાથે ૧૨૪ લેબોરેટરી ટેસ્ટ તથા પી.એમ.જે.એ.વાય, વય વંદના યોજના અંતર્ગત ૪૪ લોકોને લાભ અપાયો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દીપક અનાવાડીયા, ડૉ. સીમાબેન, બાલ રોગ નિષ્ણાત ડૉ. ગીરધર ભાઈ પટેલ, સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. દીનેશ ચૌધરી, કેન્સર સર્જનશ્રી પ્રમુખ હોસ્પિટલ પાલનપુર, મેડીકલ ઓફીસરશ્રી ડૉ એન.જી.પટેલ, તાલુકા અગ્રણીશ્રી લાલજીભાઇ પ્રજાપતિ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેડંચાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.











