GUJARATKOTDA SANGANIRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કોટડાસાંગાણી આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા શરૂ
તા.૨૧/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાની કોટડાસાંગાણી સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ધો. ૧૦ પાસ માટે ઈલેક્ટ્રીશિયન, મિકેનીક ડીઝલ, કોપા (કોમ્પ્યુટર કોર્ષ) તથા ધો.૦૮ પાસ માટેના કોર્ષ વાયરમેન તથા વેલ્ડર કોર્ષમાં પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત પાંચમાં રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અન્વયે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ કોટડા સાંગાણીના ભાડવા રોડ, સુર્યમુખી હનુમાન મંદિર પાસે આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધીમાં રૂબરૂ સંપર્ક કરવા આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.