DHORAJIGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Dhoraji: રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ મરામત કામગીરી શરુ

તા.૨૧/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Dhoraji: ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનસુરક્ષા સુનિશ્ચિત કરવા રાજકોટ જિલ્લામાં માર્ગ મરામત કામગીરી કરવાની સૂચના આપી છે. જે અન્વયે ધોરાજી શહેરના રસ્તાઓ પર પ્રાથમિકતાના આધારે મરામત કાર્ય તાત્કાલિક શરૂ કરાયું છે. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત જસદણ શહેરથી કોઠી ગામ સુધી, વિંછીયા તાલુકાના ફૂલઝર ગામથી ભોયરા ગામ સુધી, મોટી લાખાવાડ ગામ નજીક, હાથસણી ગામથી અમરાપુર રોડ સુધી, જામકંડોરણા તાલુકાના ખાટલી-ખજૂરડા ગામ નજીક સતત મોનિટરિંગ હેઠળ રસ્તા પર ડામર પેચવર્ક કરીને વરસાદથી પડી ગયેલા ખાડાઓ બૂરવાની કામગીરી ચાલી રહી છે. જેથી, રસ્તાઓ સમથળ બનતા નાગરિકો સુગમતાથી મુસાફરી કરી શકશે.

Back to top button
error: Content is protected !!