ગાઝામાં બોમ્બમારા થી એક જ દિવસમાં ડૉક્ટર પરિવારના 91 પેલેસ્ટાઈનીઓના મોત
પાણી અને ભોજન માટે સંકટનો સામનો કરી રહેલા ગાઝામાં ઈઝરાયલે ફરી ભયાનક હુમલો કર્યો છે. રિપોર્ટ હુમલામાં એક જ દિવસમાં આશરે જાણીતા ડૉક્ટરના પરિવાર 91 પેલેસ્ટાઈનીઓના મોત થયા છે. અલ જઝીરાના રિપોર્ટ મુજબ, ઈઝરાયલે શનિવારે ગાઝામાં ઘરો, શિબિરો, ટેન્ટ અને લોકોને લઈ જઈ રહેલા ટ્રકને ટાર્ગેટ બનાવ્યા હતા. આ હુમલાઓ એટલા શક્તિશાળી હતો કે ધરતીકંપના આંચકા જેવો લાગ્યો હતો. હુમલામાં ઘણી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ છે.
આ હુમલામાં ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ અલ-શિફાના ડિરેક્ટર મોહમ્મદ અબુ સાલમિયાના ભાઈ, તેમના સાસરિયાં અને તેમના બાળકો સહિત અનેક પરિવારજનો માર્યા ગયા છે. નાસર વિસ્તારમાં થયેલા બીજા હુમલામાં એક ટ્રકને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં સવાર લોકોના મોત થયા હતા.
ઈઝરાયલના સતત હુમલાઓથી ડરેલા ગાઝા સિટીના લોકો ઉત્તર તરફ ભાગી રહ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે ઈજાગ્રસ્તો સુધી દવાઓ અને ખોરાક પહોંચાડવો પણ મુશ્કેલ બની ગયો છે. છેલ્લા એક મહિનામાં ચાર લાખથી વધુ લોકોએ ગાઝા છોડીને પલાયન કર્યું છે. આ વિસ્તારમાં પીવાના પાણી, ભોજન જેવી સુવિધાઓની પણ અછત સર્જાઈ છે.
હમાસે ઈઝરાયલને ધમકી આપી છે કે, જો હુમલાઓ ચાલુ રહેશે, તો બાકીના 48 બંધકોનો જીવ જોખમમાં આવી જશે. હમાસે એક બંધકની તસવીર પણ જાહેર કરી છે. બીજીતરફ ઈઝરાયલમાં પણ બંધકોની મુક્તિ માટે પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં પ્રદર્શનકારીઓ યુદ્ધવિરામ માટે સમજૂતી સ્વીકારવાની માંગ કરી રહ્યા છે.