પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ખાતે કાર્યરત મેડિકલ ઓફિસર ડો. ડૉ નવીન પી. ચૌહાણ સાહેબશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે ભાવ દર્શન સમારંભ યોજાયો હતો.
22 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતનપુર ખાતે કાર્યરત મેડિકલ ઓફિસર ડો. ડૉ નવીન પી. ચૌહાણ સાહેબશ્રી સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય પ્રસંગે ભાવ દર્શન સમારંભ યોજાયો હતો.વિદાય સમારંભમાં જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી અને જિલ્લા અને તાલુકા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટર શ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, પેરામેડિકલ સ્ટાફ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ડો. નવીન પી ચૌહાણ સાહેબે છેલ્લા 23 વર્ષથી આરોગ્ય વિભાગમાં સેવાઓ આપી અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી અનોખું યોગદાન આપ્યું છે. દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા, કાર્યપ્રતિ નિષ્ઠા તથા સહકારના ભાવથી સહકર્મચારીઓ વચ્ચે અનોખો પ્રેમ અને સન્માન મેળવ્યું છે.
વિદાય પ્રસંગે સહકર્મચારીઓએ તેમનાં કાર્યકાળની યાદો તાજી કરી તથા શુભેચ્છા પાઠવી હતી. સમારંભમાં ડો. નવીન પી ચોહાણ સાહેબને સન્માનિત કરીને તેમની નિષ્ઠાપૂર્ણ સેવાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી.વિદાય ભાષણમાં ડો. નવીન પી ચૌહાણ સાહેબે સૌ સહકર્મચારીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં આરોગ્ય સેવા ક્ષેત્રે આપ સૌ સાથેના અનુભવોને જીવનભર યાદગાર ગણાવ્યા હતા. આ કાર્યક્રમ નું . સંચાલન લેબટેક ટેકનીશીયન , હેલ્થ સુપરવાઇઝર રતનપુર , એન્કીરીંગ શ્રી હસમુખ સોલંકી હેલ્થ સુપરવાઇઝર દ્વારા કરવામાં આવ્યું.