ભરૂચ જિલ્લામાં નવા નિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા,વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં નવા નિયુક્ત પોલીસ વડા અક્ષય રાજ મકવાણા દ્વારા,વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે IGP સંદીપસિંહે પોલીસ સ્ટાફના કાર્યની વિગતવાર સમીક્ષા કરી અને સુઘડ કામગીરી માટે જરૂરી સુધારા અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું.તેમણે જણાવ્યું હતું કે, “જનતા સુધી પોલીસ સેવા અસરકારક રીતે પહોંચાડવી એ અમારી મુખ્ય જવાબદારી છે. એ માટે તંત્ર વધુ કોર્ટેશિયન અને પ્રોફેશનલ રીતે કાર્ય કરે તે જરૂરી છે.”
ઇન્સ્પેક્શન પ્રસંગે તેમને પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું.વડોદરા રેન્જ IGP સંદીપસિંહ અને ભરૂચના નવા SP અક્ષય રાજ મકવાણાનું ખાસ સ્વાગત પણ યોજાયું હતું.
આ અવસરે ડીવાયએસપી સી.કે. પટેલ, પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર.વ્યાસ, પી.એસ.આઈ.સંજય બાજીરાવ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.