તલોદના ખેરોલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અંતર્ગત આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું
*
તલોદના ખેરોલ ખાતે “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અંતર્ગત આયુષ મેગા કેમ્પનું આયોજન કરાયું
**
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરોલ ખાતે “ સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અંતર્ગત આયુષ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ મેગા કેમ્પમાં કુલ આયુર્વેદિક ઓપીડીના ૯૨ જેટલા કેસોની તપાસ અને સારવાર કામગીરી કરવામાં આવી હતી.
આ કેમ્પમાં લાભાર્થીઓને “ સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અંતર્ગત આરોગ્ય વિષયક પરિસંવાદ કરવામાં આવ્યો હતો. તેમજ મેદસ્વિતા અંગે જનજાગૃતિ ફેલાય તે અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ કેમ્પમાં મેડિકલ ઓફિસરશ્રી ડૉ. પૃષ્ઠી ભોગાયતા , વૈધ રાહુલભાઈ દેસાઇ,આયુષ મેડિકલ ઑફિસરશ્રી દિપક સોલંકી,મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર શ્રી પ્રફુલ્લભાઈ રાઠોડ ,પ્રા.આ.કે. ખેરોલના મેડિકલ ઑફિસરશ્રી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા