તા.૨૨.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના ખરેડી ગામની ખાન નદી માંથી ૪૦ વર્ષીય અજાણ્યા ઈસમની લાશ મળી આવી
દાહોદ રૂલર પોલીસ સ્ટેશન વિસ્તારના ખરેડી ગામના એરિગેશન પ્લાન્ટ ની બાજુમા ખાન નદીમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ પાણીમા તરતી હોવાનું ત્યાંથી અવર જવર કરતા ગ્રામ જનોએ જોતા તેઓએ દાહોદ ગ્રામ્ય પોલીસનો સંપર્ક કર્યો હતો.કોઈ અજાણ્યા ઈસમની લાશ મુત્યુ અવસ્થામાં પાણી નદીમાં તરતી હોવાની જાણ થતાજ પોલિસ કાફલો ઘટના સ્થળે પહોંચી ખાન નદીના વહેતા પાણી માંથી લાશને બહાર કાઢવા માટે ફાયર વિભાગ ની ટિમને જાણ કરી હતી.ફાયર વિભાગની મદદથી લાશને પાણી માંથી બહાર કાઢી આસપાસના વિસ્તાર મા આં ઈસમ કોણ છે.એનું નામ સું છે.ક્યાં રહે છે એ તપાસનો ધમ ધમાટ આરંભ કર્યો હતો.ત્યારે તમામ પ્રયાસો કર્યા બાદ પણ આ ઇસન ની કોઈ ભાળ ન મળતા લાશને પોસ્ટ મોર્ટમં અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.