વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૨ સપ્ટેમ્બર : “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત અંજાર તથા અબડાસાની પ્રાથમિક શાળાઓમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિલેટ્સમાંથી બનાવેલી વાનગીનું નિદર્શન યોજાયું હતું. રંગોળી સ્પર્ધા અને વિવિધ પોસ્ટર દ્વારા નાગરિકોને પોષણ અંગે જાગૃત કરાયા હતા.
અંજાર ડી.વી.હાઇસ્કૂલ ખાતે પોષણ માસ અંતર્ગત પોષણ ઉત્સવમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્યસ્તરે, આંગણવાડી કક્ષાએ, શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સબસેન્ટર પર APAAR અને આભા કાર્ડ બનાવવાની તથા પ્રાથમિક શાળા સાથે આંગણવાડી કેન્દ્રનું મેપિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન કિશોરીઓ દ્વારા રસોઈ શૉ નિર્દેશન કરાયું હતું. પોષણ અંગે જાગૃતિ ફેલાવવા રેલી, આંગણવાડી કક્ષાએ ગૃહ મુલાકાત દરમિયાન “મારી વિકાસ યાત્રા” પ્રગતિ અંગે વાલીઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું. જેમાં સીડીપીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, RBSK ટીમના મેડિકલ ઓફિસર શ્રી પી.એસ.ઈ ઇન્સ્ટ્રક્ટર, બ્લોક કોર્ડીનેટર, લાભાર્થીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં THR અને મિલેટ્સમાંથી બનાવેલ વાનગીનું નિર્દેશન અને શ્રેષ્ઠ વાનગીઓ બનાવનારને ૧થી ૩ નંબર આપી પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડીના બાળકો દ્વારા પૌષ્ટિક આહારનો સંદેશ આપતો રેમ્પ વોક યોજાયો હતો. લાભાર્થી દ્વારા ટેક હોમ રાશન અને આંગણવાડીમાંથી મળતા લાભો વિશે મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. આશાવર્કર બહેનો દ્વારા પોષણ માસની ૬ થીમ અને વિભાગની સેવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. જેમાં અંદાજે ૧૭૪ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અબડાસાના વાયોર પ્રાથમિક શાળા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં THR અને મિલેટસમાંથી બનાવેલ પૌષ્ટિક વાનગીઓનું નિર્દેશન, રંગોળી અને પોસ્ટર દ્વારા પોષણ અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામનાં અગ્રણીશ્રીઓ, આરોગ્ય વિભાગનાં કર્મચારી શ્રી fhw ઇલાબેન અને હેતલબેન તથા NNM બ્લોક કોર્ડીનેટર જનકભાઇ ત્રિવેદી, આંગણવાડી કેન્દ્રોનાં કાર્યકર બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્ર્મમાં વાયોર આંગણવાડી કેન્દ્રનાં કાર્યકર જલ્પાબેન જોષી દ્વારા THR અને મિલેટસ્ માંથી બનતી વાનગીનું નિદર્શન કરી THR અને મિલેટસની દૈનિક આહારમાં ઉપયોગથી ફાયદાની સમજ આપવામાં આવી હતી તેમજ વાયોર સેજાનાં ઈન્ચાર્જ મુખ્ય સેવિકા દિવ્યાબેન પ્રવીણચંદ્ર જોષી દ્વારા ICDSની સેવાઓ અને કામગીરી અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. વાડા પધ્ધર ગામનાં કિશોરી મિત્તલબા પઢિયાર દ્વારા પૂર્ણા દિવસની માહિતી અને પૂર્ણાશક્તિ આરોગવાથી કિશોરીઓને થતાં ફાયદાઓથી અવગત કરવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગ તરફથી આરોગ્ય તપાસ અને હિમોગ્લોબીન તપાસની કામગીરી સાથે સગર્ભામાતા ધાત્રીમાતા અને કિશોરીઓને THR વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વસ્થ બાળક સ્પર્ધામાં લીંબુ ચમચી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા વાનગી સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોને મુખ્ય મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.