નર્મદા: આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર
ધારાસભ્ય ચૈતર વસાવાનો બે મહિનાથી પણ વધુનો જેલ વાસ પુર્ણ થતાં હાઇકોર્ટે શરતી જામીન ઉપર છુટકારો આપ્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા, એન કેન પ્રકારે અદાલતી કાર્યવાહી ના દાવપેચ ને લીધે તેઓ લાંબા સમયથી જેલ મા હતા તેમને જામીન પર મુક્ત કરાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ભારે જોર લગાવ્યું હતું પરંતુ જામીન અરજી સમયસર મંજુર થઇ નહોતી ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટે તેમના જામીન અરજી ને મંજુરી મહોર લગાવતા ધારાસભ્ય ચૈતર વસાવા નો જેલવાસ પવિત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે જ પુર્ણ થતાં તેમના ટેકેદારો મા ભારે ઉમંગ ઉત્સાહ જોવા મળ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા એ ડેડિયાપાડા ખાતે ની પ્રાંત અધિકારી ની કચેરી માં ચાલુ મિટિંગ મા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અસભ્ય વર્તન કરી છુટ્ટો ગ્લાસ મારવાનો મામલે મામલો બિચકયો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં તેઓની પોલીસે અટકાયત કરી જેલ ભેગા કર્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા ના જામીન મામલે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટમાં થી જામીન મળી ગયા છે પણ શરતી જામીન મળ્યા છે હવે સરતી જામીન માં શું શું છે તે જજમેન્ટ આવયા પછી ખ્યાલ આવે.
જાણવા મળ્યું છે કે તેઓને ડેડીયાપાડા વિસ્તારમાં પ્રવેશ બંધી પણ અદાલત તરફથી શરત ના ભાગ રૂપે મુકવામાં આવી છે, અને એક વર્ષ માટેના સમયની મર્યાદા પણ શરતી જામીન મા રખાઈ છે.