નેશનલ આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર કટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આયોડીન મીઠાની વપરાશ અંગે લોકોમાં જાગ્રુતતા લાવવા આયોડીન ડીસઓર્ડરનું પ્રીવેલંસનું મૂલ્યાંકન અને ઘરગથ્થુ સ્તરે મીઠામાં આયોડીનનું પ્રમાણનું નિરિક્ષણ કરવા માટે માળિયા તાલુકાના પસંદ થયેલ ૫ ગામોમાં શાળાઓમાં કામગીરી કરવામાં આવી હતી.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ ડો. સાલ્વીના માર્ગદર્શન હેઠળ “નેશનલ આયોડીન ડેફીસીયન્સી ડીસઓર્ડર કટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આયોડીન મીઠાની વપરાશ અંગે લોકોમાં જાગ્રુતતા લાવવા આયોડીન ડીસઓર્ડરનું પ્રીવેલંસનું મૂલ્યાંકન અને ઘરગથ્થુ સ્તરે મીઠામાં આયોડીનનું પ્રમાણનું નિરિક્ષણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં 30 ગામો પસંદગી પામ્યા હતા. જેમાં માળિયાહાટીના તાલુકાના પસંદ થયેલ ૫ ગામોની શાળાઓમાં કામગીરી કરવામાં આવી હતી આ કામગીરીમાં તમામ શાળાઓમાંથી રેન્ડમ ૯૦ બાળકોની ગોઇટર તપાસ મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. તેમજ આ ૯૦ બાળકોમાંથી ૯ બાળકોના યુરીન સેમ્પલ અને ૧૮ બાળકોના મીઠાના સેમ્પલ લઈ જિલ્લા કક્ષાએ થી ગાંધીનગર લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવશે જેમાં આયોડિનનું પ્રમાણનું નિરીક્ષણ કરવામાં આવશે. આ કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર માળિયા, મેડિકલ ઓફિસર, RBSK ટીમ, તેમજ આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો દ્વારા શિક્ષકોની મદદ થી કરવામાં આવી હતી. તેમજ તમામ શાળાના બાળકો અને શિક્ષકોને આ અંગે માર્ગદર્શન અને જાણકારી આપવામાં આવી હતી.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ