GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી…

વાત્સલ્યમ્ સમાચાર

મદન વૈષ્ણવ–નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ગેરકાયદેસર અને શંકાસ્પદ બાંધકામો સામે કડક પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અનુસાર ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તબક્કાવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પ્રારંભિક તબક્કામાં કુલ ૩૪ જેટલા શંકાસ્પદ બાંધકામોને નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ વધુ ૨૭ શંકાસ્પદ બાંધકામોને તા. ૧૦, ૧૧ અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત ૨૮ શંકાસ્પદ બાંધકામોને તા. ૧૭ તથા ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ નોટીસ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત સમયગાળામાં પોતાનાં બાંધકામ કાનૂની રીતે અધિકૃત છે તે બાબતના જરૂરી પુરાવા ટાઉન પ્લાનિંગ વિભાગમાં રજૂ કરે. જો માલિક સમયસર પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ જશે તો મહાનગરપાલિકા તરફથી બીજી નોટીસ પાઠવવામાં આવશે. તેમ છતાં પુરાવાની ગેરહાજરી રહેશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ કાર્યવાહીમાં બાંધકામોને ભવિષ્યમાં સીલ કરવામાં આવશે અથવા જરૂરી જણાશે તો ડિમોલિશન કરીને દૂર કરવામાં આવશે. મહાનગરપાલિકા સ્પષ્ટ સંદેશ આપે છે કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોને કોઈપણ પરિસ્થિતિમાં પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને કાયદેસર માળખું જ મંજૂર રહેશે.

નાગરિકોને વિનંતી છે કે તેઓ પોતાનાં બાંધકામ સંબંધિત દસ્તાવેજો યોગ્ય રીતે રજૂ કરીને તપાસમાં સહકાર આપે, જેથી કાયદેસર પ્રક્રિયા સરળ બને અને શહેરના વિકાસ કાર્યોમાં અવરોધ ન આવે તેવું ટાઉન પ્લાનિંગ વિભાગ, નવસારી મહાનગરપાલિકા જાહેર કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!