AHAVAGUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં સુકો અને ભીના કચરાના વર્ગીકરણ માટે સમજણ આપવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર

  મદન વૈષ્ણવ

નવસારી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ દ્વરા ડોર ટુ ડોરપર્સનલ કમ્યુનિકેશન દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ આપ્યો

સ્વચ્છ ભારત મિશનને અનુલક્ષીને તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયા અંતર્ગત સફાઈના વિવિધ  કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં પણ આ અભિયાનમાં ગ્રામજનો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સ્વછતા ઝુંબેશ અંતર્ગત  ડોર ટુ ડોર પર્સનલ કમ્યુનિકેશન દ્વારા સુકો કચરો અને ભીના કચરાના વર્ગીકરણ માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે તેમજ ગામના  જાહેર સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ અભિયાન ચાલી રહ્યા છે.

ઉપરાંત ગામના જી.વી.પી. પોઇન્ટ તેમજ જાહેર શૌચાલયની વિશેષ સફાઇ કાર્યક્રમ તથા ગ્રામજનોને કચરો કચરાપેટીમાં જ નાખવો જેવા વિવિધ સ્વછતા સંદેશ તેમજ કચરાનું વર્ગીકરણ અંગેની સમજણ આપવાનું કામ નવસારી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે .

Back to top button
error: Content is protected !!