GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ અમદાવાદ હાઈવે પર રોડ ચાલતી મરામતની કામગીરી
તા.૨૨/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પડેલ ખાડાઓને કારણે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે તાત્કાલિક ધોરણે મરામત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલેની સૂચનાથી રાજ્યના શહેર,ગ્રામ્યમાં આંતરિક તેમજ ધોરી માર્ગો પર હાલ પેચ વર્કની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
જેના ઉપક્રમે રાજકોટ અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર થયેલા ધોવાણને કારણે ગાબડાઓમાં કોન્ક્રીટ રોડ રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. જેમાં કુવાડવા સર્વિસ રોડ, માલિયાસણ નજીકના રોડ પર ડામરકામ પાથરી રસ્તા સમથળ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા જણાવાયું છે.