GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો!

MORBI:મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો!

 

 

પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ૯૦વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા!

રીપોર્ટ:-શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૧૬મો સરસ્વતી સન્માન સમારોહ મહેન્દ્રનગર રામવાડી ખાતે યોજવામાં આવ્યો. આ સરસ્વતી સન્માન સમારોહમાં ૨૪૦ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના માર્કશીટ રજૂ કર્યા હતા. દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ૯૦ વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં આહીર સમાજના ૮ નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ૨૧ જેટલા આહીર સમાજના નવનિયુક્ત ક્લાસ વન ટુ અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમના સહયોગીદાતા અરજણભાઈ મેરામભાઈ હુંબલ રહ્યા હતા. આ કાર્યક્રમ માતૃશ્રી રામબાઇમાની જગ્યાના સંત શ્રી પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન તેમજ રામબાઈ માં આશ્રમ મયુર નગરના મહંતા વ્રજ કિશોરીબેનના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા. આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરૂ, નિર્મળભાઈ ગોગરા, વિક્રમભાઈ ખુંગલા તેમજ પ્રવીણભાઈ ભેડા દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, દેવાભાઈ અવાડિયા, જેસંગભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ તેમજ ચંદુભાઈ લાવડીયા, ભરતભાઈ ડાવેરાએ હાજરી આપી સ્ટેજ શોભાવ્યું હતું. વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પૂર્વપ્રમુખ અજયભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મંડળના સહમંત્રી એવા રમેશભાઈ છૈયા દ્વારા મંડળના કાર્યનો પરિચય કરાવવામાં આવ્યો હતો. મંડળના મંત્રી મયુરભાઈ ગજીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાંઆવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કારોબારી મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી એવા રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ દ્વારા તમામને બિરદાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!