યુવાનોમાં ધર્મ સંસ્કાર સેવાના ગુણો વિકાસ પામે તે માટે ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા દ્વારા પ્રશ્ન મંચનું આયોજન…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
એક તરફ ભારતના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી રંગાઈ રહ્યા છે અને ભારતીય પરંપરાથી વિમુખ થવા લાગ્યા છે ત્યારે ભારત વિકાસ પરીષદે યુવાનો આપણી સંસ્કૃતિ અને સંસ્કારથી પરીચિત થાય આપણા ઈતિહાસ અને ભૌગોલિક ક્ષેત્ર વિશે જાણકારી મેળવે ઉપરાંત અર્થવ્યવસ્થા, વિજ્ઞાન અંતરીક્ષ ગતિવિધિ, વર્તમાન ઘટનાઓ અને ભારતના યોગદાન વિશે માહિતગારથાય એ હેતુથી “ભારત કો જાનો” પ્રશ્ન મંચનું શારદા વિદ્યાલય, ઈચ્છાપોર મુકામે આયોજન કર્યું હતું જેમાં ૧૩ શાળામાંથી ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લઈ શાખા સ્તરે પાંચ પ્રાથમિક અને સાત માધ્યમિક મળી કુલ ૨૪ વિદ્યાર્થીઓની પસંદગી કરી ક્વીઝ કોમ્પીટીશનનું આયોજન કર્યું હતું જેમાંથી ૨ પ્રાથમિક અને ૨ માધ્યમિક મળી કુલ ૪ વિદ્યાર્થીઓને પ્રાંત સ્તરના પ્રશ્ન મંચ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાંથી માધ્યમિક/ઊ.મા. વિભાગમાં પ્રથમ ક્મે ઝેડ એમ પટેલ વિદ્યાલય, લવાછા અને પ્રાથમિક વિભાગમાં પ્રથમ ક્રમે શારદા વિદ્યાલય, ઈચ્છાપોર ના નામ જાહેર થયા હતા અને પ્રાંતમાં જે ટીમ જીતશે તેઓ ક્ષેત્રિય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે અને ત્યાર બાદ રાષ્ટ્રીય સ્તરે અખિલ ભારતીય પ્રશ્ન મંચના મુકાબલા માટે કમર કસશે.
ભારત વિકાસ પરીષદ સંસ્કારના ભાગ રુપે “ભારત કો જાનો” અને “રાષ્ટ્રીય સમુહ ગાન”ની સ્પર્ધાઓ તથા “ગુરુ વંદન છાત્રા અભિનંદન” જેવા કાર્યક્મો ભારતભરની શાળાઓમાં કરે છે અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા યોજનાર એક માત્ર સંસ્થા છે. આ ઉપરાંત વિકલાંગ સહાયતા યોજના, વનવાસી કલ્યાણ યોજના, તબીબી સાધન સેવા યોજનાઓ થકી ભારત વિકાસ પરીષદ ભારતમાં બિન નફાકારક સ્વૈછીક સંસ્થાઓમાં રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે.
આજના સભારંભના મુખ્ય અતિથિ પ્રાંતના સંસ્કાર ગતિવિધિ કન્વીનર લક્ષ્મણભાઈ પારેખના કહેવા મુજબ ભારત વિકાસ પરીષદ સમાજના જુદા જુદા વ્યવસાયો અને વિભિન્ન ક્ષેત્રોમાં કામ કરતા શ્રેષ્ઠતમ લોકોનું બિનરાજકીય સમાજ સેવી સાંસ્કૃતિક રાષ્ટ્રીય સંગઠન છે. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય ભારતીય સમાજનો સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, નૈતિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક વિગેરે ક્ષેત્રે તમામ પ્રકારનો સર્વાંગી વિકાસ સાધવાનો છે. તેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને માતાપિતા, ગુરુઓનું હરહંમેશ માન જાળવવું તેવી સલાહ આપી હતી અને અતિથિ દેવો ભવઃ નું મહત્વ પણ સમજાવ્યું હતું.
ભારત વિકાસ પરીષદ અડાજણ શાખાના પ્રમુખ વિનેશ શાહએ જણાવ્યું હતું કે ભારતીય જીવનમાં આધ્યાત્મિક તેમજ નૈતિક મુલ્યોનું જતન કરવું તથા ભારતની ભાવિ પેઢીમાં સંસ્કાર સિંચન તથા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. શાખા મંત્રી વિકાસ પારેખએ આપેલી માહિતી મુજબ સ્વામી વિવેકાનંદની વિચારધારાને અનુસરી આ સંસ્થાની ૧૯૬૩માં સ્થાપના કરવામાં આવી હતી અને આજે સમગ્ર દેશમાં સંસ્થાની ૧૬૦૦થી પણ વધુ શાખા છે.
કાર્યક્મ વિષયક માહિતિ શાખા ગતિવિધિ સંસ્કાર કન્વીનર રોહિતભાઈ એ આપી હતી અને સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પણ સુપેરે નિભાવ્યું હતું. નિર્ણાયક તરીકે પ્રફુલભાઈ અને દામિનીબેન એ ભુમિકા ભજવી હતી. અને પોતાના નિર્ણયો જાહેર કર્યા હતા.
આ કાર્યક્મમાં પ્રાંત તરફથી સહ સચિવ રાજીવ શેઠ, ભારત કો જાનો પ્રકલ્પ સંયોજક શંકરસિંહ, ડીસ્ટ્રીકટ કોઓર્ડિનેટર ભૂપત ચોપડા તથા ક્ષેત્રિય સહમંત્રી સંપર્ક જિજ્ઞેશભાઈ ડુમસવાળા ઉપરાંત જિલ્લા શિક્ષણ સમિતિના મંત્રી વિમલભાઈ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્મને સફળ બનાવવા શાખા કમિટી મેમ્બર હિતેશ જરીવાલા તથા મહિલા સહ કન્વીનર એ અમુલ્ય ફાળો આપ્યો હતો. અંતે ભાગ લેનાર સ્પર્ધકોને સર્ટિફિકેટ તથા શાળાઓ અને વિજેતાઓને ટ્રોફી વિતરણ કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું