BCA કોલેજમાં Artificial Intelligence with Hands-on Exercise વિષય પર વ્યાખ્યાન યોજાયુ
23 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
BCA કોલેજમાં Artificial Intelligence with Hands-on Exercise વિષય પર વ્યાખ્યાન યોજાયુ.પાલનપુર: Smt B.K.Mehta IT Centre BCA college Palanpur માં 20 સપ્ટેમ્બર, 2025ના રોજ Artificial Intelligence with Hands-on Exercise વિષય પર વિશેષ અતિથિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સોફ્ટવેર કંપની SDM Apps – Palanpur ના સોફ્ટવેર ડેવેલોપર તથા કોલેજના પૂર્વવિદ્યાર્થી શ્રી શુભમ મેવાડા હાજર રહ્યા હતા.
શ્રી શુભમ મેવાડાએ વિદ્યાર્થીઓને AI વિષે મૂળભૂત ખ્યાલો સાથે પરિચિત કરાવ્યા અને તેના વાસ્તવિક જીવનમાં થતા ઉપયોગોની ચર્ચા કરી. વિશેષરૂપે, ગુગલના AI ટૂલ્સની મદદથી વિદ્યાર્થીઓને પોતાનું AI મોડેલ બનાવવું અને ચેકીંગ કરવાની પ્રાયોગિક પ્રવૃત્તિ કરાવવામાં આવી, જેના કારણે વિદ્યાર્થીઓને વ્યવહારીક અનુભવ મળ્યો. આ વ્યાખ્યાન ખૂબ જ રસપ્રદ અને માહિતીપ્રદ રહ્યો. વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી બન્ને તરફથી વ્યાખ્યાનને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં AI પ્રત્યે નવી જિજ્ઞાસા જગાવી હતી અને તેમને આ ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં નવા વિષયોને સમજવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે અને ભવિષ્યમાં કારકિર્દી વિકસાવવાના માર્ગ દર્શાવે છે.આ કાર્યક્રમનું સફળ સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર નમ્રતા એસ. ગુપ્તા ના માર્ગદર્શન હેઠળ એલ્યુમિનિ કોઓર્ડીનેટર્સ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.