MALIYA (Miyana :માળિયા (મિ.)નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વીજળીની સુવિધા આપવા લેખિતમાં રજૂઆત
MALIYA (Miyana :માળિયા (મિ.)નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વીજળીની સુવિધા આપવા લેખિતમાં રજૂઆત
મોરબી: મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના મંત્રી ઈકબાલ સુભાન સંધવાણીએ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરને માળિયા મિયાણા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વીજળીની સુવિધા આપવા લેખિત રજૂઆત કરી છે.
મોરબી જિલ્લા ના માળિયા મિયાણા નગરપાલિકા હદમાં આવેલા બેકડ વિસ્તાર, દાતાર ના ઝાડ વિસ્તાર, ભગાડીયા વિસ્તાર, ભોળીપાટ વિસ્તાર, ખોડ વાંઢ વિસ્તાર, કોબા વિસ્તાર, અને પેટ્રોલ પંપ વિસ્તાર આ તમામ વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ વિજળી ની મૂળભૂત સુવિધા ઉપલબ્ધ નથી.
સ્થાનિક રહીશો દ્વારા સબ-ડિવિઝન કચેરી ખાતે ઘણી રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી. નગરપાલિકા હદમાં આ વિસ્તારો દાયકાઓથી રહેણાંક વિસ્તાર તરીકે વસવાટ હેઠળ છે. તેમ છતાં સબ-ડિવિઝન કચેરી તરફથી “ખેતીવાડી વિસ્તાર” કહીને વિજ જોડાણ આપવામાં અસમર્થતા દર્શાવવામાં આવે છે.
હકીકતમાં અહીં વસતા લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેમને બિનખેતી પુરાવા રજૂ કરવા કઠીન છે. પરીણામે તેઓ દાયકાઓથી વિજળી જેવી જિવન જરુરી સુવિધા થી વંચિત રહ્યા છે આપને માનવતા ભાવથી તેમજ જાહેર હિતને ધ્યાનમાં રાખી, માળિયા મિયાણા નગરપાલિકા દર્શાવેલ વિસ્તારોમાં રહેવાસીઓ ને તાત્કાલિક ઘર વપરાશ માટે વિજ જોડાણ આપવાના હુકમ આપવા માંગ કરી