DWARKAKHAMBHALIYA
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળો તથા જળાશયો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
માહીતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
સ્વચ્છ ભારત મિશન તેમજ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.
જેને અનુલક્ષીને ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ અંતર્ગત ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ ગામે જળાશયોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત ભાણવડ તાલુકાના વિવિધ ધાર્મિક સ્થળો તથા જળાશયો ખાતે પણ સામૂહિક શ્રમદાન કરી સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.