TANKARA:ટંકારા થી રાજકોટ મીતાણા ઓવરબ્રિજ પાસેનો વનવે સર્વિસ રોડ ચાલુ કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર
TANKARA:ટંકારા થી રાજકોટ મીતાણા ઓવરબ્રિજ પાસેનો વનવે સર્વિસ રોડ ચાલુ કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર
મોરબી રાજકોટ 4 માર્ગીય હાઈવે ઊપર ટંકારા થી રાજકોટ તરફ જતા મીતાણા ચોકડી એ સર્વિસ રોડ બંધ છે તે ત્યા ના ખેડૂતોને પોતાની જમીન કપાત જતી હોઈ એ બાબતે સર્વિસ રોડ બંધ હોઈ ખેડૂતે ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ પાસે જે તે વળતર માગેલ હોય તે બાબતે સર્વિસ રોડના નિકાલ નઆવતો હોય તો ખેડૂતને યોગ્ય વળતર આપી સર્વિસ રોડ ચાલુકરવો આ ચોકડી પડધરી થી વાંકાનેરને જોડતો સિંગલ પટી રોડ છે તેમજ ટંકારા તાલુકાના સાથે વાંકાનેર તાલુકાના 15 ગામથી વધુ ગામોને જોડતો માર્ગ છે જે સર્વિસ રોડ બંધ હોવાથી અવર નવર એક્સિડન્ટ બનતા હોય જેથી જિલ્લા કલેકટર આવેદન પત્ર આપી રજૂઆત કરી કે આ સર્વિસ રોડ ખેડૂત ને યોગ્ય વળતર આપી સમય સર સર્વિસ રોડ ચાલુ કરાવવા માંગ ઉઠાવી હતી આ તકે ટંકારા પ્રમુખ નરોત્તમ ગોસરા,ટંકારા ઉપપ્રમુખ રાજુભાઈ રૈયાણી,ટંકારા શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા,ટંકારા યુવા પ્રમુખ કુલદીપ ભાગીયા
પ્રશાંત ચડાણીયા સહિતનાઓએ ઉપસ્થિત રહ્યા હતા.