BANASKANTHAGUJARAT

કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીના સાતમા નવચંડીયજ્ઞ નિમિત્તે મિટિંગ મળી.

હારીજ તાલુકાના કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીના મંદિરે સાતમા નવચંડીયજ્ઞ નિમિત્તે મિટિંગ મળી.જગત જનની ત્રિભુવન સુંદરીશ્રી અંબે માની અસિમ કૃપાથી કાતરા ગામની પવિત્રધરા ઉપર સમસ્ત કાતરિયા પરિવાર પ્રજાપતિ સમાજની કુળદેવીશ્રી અંબાજી માતાજીના નવચંડી યજ્ઞ આગામી સવંત ૨૦૮૨ ના માગસરસુદ પૂનમ ના રોજ યોજાનાર સાતમા નવચંડી યજ્ઞ નિમિત્તે પ્રમુખ મનસુખભાઈ પ્રજાપતિ મુબારકપુરા,ઉપપ્રમુખ વાસુભાઈ પ્રજાપતિ સાંકરા,મંત્રી કિરીટભાઈ પ્રજાપતિ થરા -રાધનપુર,સહમંત્રી વાસુભાઈ પ્રજાપતિ કાતરા,ખજાનચી ભરતભાઈ પ્રજાપતિ સાંકરા તથા કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં મિટિંગ મળી હતી.માગશરસુદ પૂનમના દિવસે રંગેચંગે નવચંડી યજ્ઞ કરવો,ભોજન પ્રસાદની વ્યવસ્થા,મંડપ ડેકોરેશનની જવાબદારી,યજ્ઞ સ્થળ-સમય કયો રાખવો વિગેરે બાબતની ચર્ચાઓ કરવામાં આવી હતી. આગામી તા.૦૭/૧૦/૨૦૨૫ ને મંગળવાર શરદ પૂનમના દિવસે સવારે સાતમા નવચંડીયજ્ઞ ની ઉછામણી રાખેલ છે બપોરે ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડશે તો દરેક કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજને પધારવા નિર્ણય લેવાયો છે તેમ કિરીટભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!