BHARUCHJHAGADIYA

મુસાફરો તેમજ વિધાર્થીઓને બસોની પડતી તકલીફો ને લઇ ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત


 ઝઘડિયા ડેપો –  માટે બસોની ભારે તકલીફ, ઝઘડિયા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત 🚌

મુસાફરો

ઝઘડિયા ડેપો વિસ્તારમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને છેલ્લા ઘણા સમયથી બસોની અછતને કારણે ભારે અગવડીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરોના આક્ષેપ મુજબ, 60 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસોમાં 100 જેટલા મુસાફરો મુસાફરી કરવા મજબૂર છે. પરિણામે મધ્યમાં આવેલા સ્ટેન્ડ પરથી ચડવા આવતા મુસાફરોને બસમાં સ્થાન જ મળતું નથી.

 

વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું છે કે રોજિંદા ભીડને કારણે તેઓ સમયસર શાળા–કૉલેજ પહોંચી શકતા નથી. પીક કલાકોમાં મુસાફરી કરવી તો વધુ મુશ્કેલ બની ગઈ છે. મુસાફરોનું એવું પણ કહેવું છે કે ડેપોમાં ફોન કરવા છતાં યોગ્ય જવાબ આપવામાં આવતો નથી અને બસોના ટ્રેકિંગ લોકેશનની સુવિધા પણ કામ કરતી નથી, જેના કારણે બસ ક્યારે આવશે તે ખબર પડતી નથી.

 

ખાસ કરીને ભરૂચ–ઝઘડિયા–રાજપારડી રૂટ પર બસોની સંખ્યા નહિવત છે જ્યારે પેસેન્જરોની સંખ્યા બહુ વધારે છે.

 

આ વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ડેપો મેનેજરને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ પત્રમાં સ્પષ્ટ રીતે માંગણી કરવામાં આવી છે કે –

 

મુસાફરોની સંખ્યા પ્રમાણે બસોમાં વધારો કરવામાં આવે

 

ટ્રેકિંગ સિસ્ટમ સુચારૂ બનાવવામાં આવે

 

વિદ્યાર્થીઓ અને સામાન્ય મુસાફરોને સુવિધા મળે તે માટે તાત્કાલિક પગલાં ભરવામાં આવે

 

સ્થાનિક મુસાફરો અને વિદ્યાર્થીઓએ આશા વ્યક્ત કરી છે કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક પગલાં લઈને વધારાની બસો ઉપલબ્ધ કરાવે અને દૈનિક મુસાફરીમાં રાહત આપે.

 

Back to top button
error: Content is protected !!