DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/09/2025 – ડેડીયાપાડા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા છે આવતા ની સાથે તેમનું સ્વાગત ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહ્યા AAP નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા AAP ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યુ કે આદિવાસી વિસ્તાર અને સમાજની સાથે સાથે સમગ્ર ગુજરાત માટે ફરી એકવાર મજબૂતીથી અવાજ ઉઠાવશે ષડયંત્ર કરીને મારા પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા: ચૈતર વસાવા

મારી ફરિયાદ લેવામાં આવી નહીં, મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો: મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ: અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે: ચૈતર વસાવા એ જણાવ્યુ

307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી?જનતાનો અને રાજકીય તથા સામાજિક લોકોનો જે સહકાર મળ્યો છે સૌનો આભાર, સાથે મળીને આગળ વધતા રહીશું: પોસ્ટ મેટ્રિક, શિષ્યવૃત્તિ, મનરેગા યોજના, આવાસ યોજના, કરાર આધારિત ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કર્મચારીના મુદ્દા ઉઠાવ્યા માટે મને ખોટા કેસમાં ફસાવ્યો: ચૈતર વસાવા

 

ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા જામીન – એક વર્ષ સુધી તેમના મતવિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રાહત આપતાં ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપી દીધા છે. તેમને હવે જેલથી મુક્ત કરાશે.ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે. વસાવાની નર્મદા પોલીસે 5 જુલાઈએ ધરપકડ કરી હતી. લગભગ અઢી મહિના જેલમાં રહ્યા બાદ વસાવાને જામીન મળ્યા છે. પોલીસે નીચલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ હાઇકોર્ટે તેમને જામીન આપ્યા હતા. હાઇકોર્ટે કેટલીક શરતો સાથે વસાવાને જામીન આપ્યા હતા. મુખ્ય શરત એ છે કે તેઓ આગામી એક વર્ષ સુધી તેમના મતવિસ્તારની મુલાકાત લઈ શકશે નહીં. આ વસાવા માટે મોટો ઝટકો છે. ઉલ્લેખનીય છે કે એટીવીટી બેઠકમાં મારામારીના કેસમાં તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તેમને જામીન આપતાં ગુજરાત હાઈકોર્ટે શરત રાખી હતી કે તેઓ હવે ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે. નોંધનીય છે કે, ચૈતર વસાવા ઘણા સમયથી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ હતા. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ, વસાવાને સોમવારે 22 સપ્ટેમ્બર સાંજે અથવા મંગળવારે 23 સપ્ટેમ્બર સવારે મુક્ત કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!