HALOLPANCHMAHAL

હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત સાયન્સ કોલેજ ખાતે CHEMISTRY , PHYSICS , MICROBIOLOGY જેવા વિભાગ ની નવીન લેબોરેટરીનુ ઉદ્ઘાટન કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૯.૨૦૨૫

હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલ સાયન્સ કોલેજ ખાતે આજે બુધવારના રોજ હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત સાયન્સ કોલેજ હાલોલ ખાતે મંડળના ટ્રસ્ટી પ્રફુલભાઇ શાહના આશીર્વાદ થી તેમજ મંડળ સેક્રેટરી સમીરભાઈ શાહના અથાગ પ્રયત્નો થી શરૂ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન સાયન્સ કોલેજ હાલોલ ખાતે CHEMISTRY , PHYSICS , MICROBIOLOGY જેવા વિભાગ ની લેબોરેટરી નું અધ્યતન સુવિધાઓ અને સાધનોથી સજ્જ લેબોરેટરી નું ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટ્રસ્ટ ના વડીલ મુકુંદ ભાઈ દેસાઈ તથા વહીવટી સભ્યો ,એમ એન્ડ વી આર્ટસ અને કોમર્સે કોલેજના આચાર્ય યશવંત શર્મા,વી એમ શાહ ઇંગ્લિશ માધ્યમ સ્કૂલના આચાર્ય રજનીકાંત ધમલ,વી એમ શાહ ગુજરાતી માધ્યમ સ્કૂલ ના આચાર્ય હર્ષાબેન શુક્લ,ગુજરાતી માધ્યમના આચાર્ય મુંગેન્દ્રસિંહ સોલંકી અને દરેક શિક્ષકઓ અને અધ્યાપકઓએ હાજરી આપી હતી.સાયન્સ કોલેજ હાલોલ ના આચાર્ય ડૉ રચનાબેન સુથારના માર્ગદર્શન હેઠળ તમામ અધ્યતન સુવિધાઓ અને સાધનોથી સજ્જ નવીન લેબોરેટરી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે હાલોલ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિધ્યાર્થીઓ માટે BSC અભ્યાસક્રમ માં અભ્યાસ કરવા માટે ખૂબ લાભદાઈ બની રહેશે તેમ જણાવ્યું હતુ જ્યારે આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!