GUJARATJUNAGADHKESHOD

૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા

૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, ફાર્માસિસ્ટ દવામાં જીવ આપે છે ત્યારે દર્દીને સાજા કરી શકાય છે : ફાર્માસિસ્ટ દિપેન અટારા

૨૫ સપ્ટેમ્બર એટલે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ. ફાર્માસિસ્ટ એટલે ડોક્ટર અને દર્દીને જોડતી એક મહત્વની કડી છે. ફાર્માસિસ્ટને હોસ્પિટલનું હૃદય કહેવામાં આવે છે. કેમકે, હોસ્પિટલની અંદર દર્દીની સારવાર હેતુ જે કોઈપણ દવા- સાધનોની જરૂરિયાત છે. તેની ખરીદ, વિતરણ અને સંગ્રહ કરવાની જવાબદારી ફાર્મસી એક્ટની જોગવાઈ મુજબ માત્ર અને માત્ર ફાર્માસિસ્ટની જ છે.જો કોઈ દવાના વેપારી કે મેડિકલ સ્ટોર માલિક દ્વારા દવાનું વિતરણ અધિકૃત ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કરવામાં આવતું હોય તો તે કાયદાની નજરે ગુનો બને છે.અને એક જાગૃત નાગરિક તરીકે દેશના તમામ નાગરિકની ફરજ છે કે તે જ્યારે મેડિકલ સ્ટોર પર દવા લેવા જાય છે ત્યારે જેને તમે દવાની ચિઠ્ઠી આપો છો તેને પૂછો કે તમે અધિકૃત ફાર્મસીસ્ટ છો?દરેક દવાની દુકાનમાં અધિકૃત ફાર્માસીસ્ટનો ફોટો અને લાઇસન્સ જાહેર જનતાને દેખાય તે રીતે ડિસ્પ્લેમાં ફરજિયાત રાખવાનો હોય છે. જો કોઈ દવાના સ્ટોર પર આવું ન હોય તો તમે પૂછી શકો છો. જાગૃત નાગરિક સલામત નાગરિક.દવા અધિકૃત ફાર્માસિસ્ટ પાસેથી જ લેવાનો આગ્રહ રાખો ફાર્માસિસ્ટ એટલે તમારી દવાના નિષ્ણાત. દર્દીએ દવા ક્યારે લેવી, કયા ખોરાક સાથે લેવી, કેટલા સમયે લેવી, કઈ દવા સાથે કઈ દવા લઈ શકાય, કઈ દવા ન લઈ શકાય વગેરે તમામ દવા વિશેની જાણકારીના નિષ્ણાંત એટલે ફાર્માસિસ્ટ.દવા દર્દીના શરીરમાં ગયા બાદ એ દવાનું એડમિનિસ્ટ્રેશન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ અને એક્સક્રીસનની સંપૂર્ણ જાણકારી ફાર્માસિસ્ટ પાસે હોય છે. તમે કોઈપણ દવા વિશેની માહિતી માટે તમારા રજીસ્ટર્ડ કે અધિકૃત ફેમિલી ફાર્માસિસ્ટને કોઈપણ દવાની માહિતી વિશે પૂછી શકો છો.ફાર્માસિસ્ટ જ્યારે દવામાં જીવ આપે છે ત્યારે એ દવાના ઉપયોગ માત્રથી દર્દીને સાજા કરવામાં આવે છે.હવે તમે વિચારો કે જો ફાર્માસિસ્ટ દવા જ ન બનાવે તો દર્દીને સાજા કોણ અને કઈ રીતે કરી શકશે !!! વિચારો!!! આમ આરોગ્ય ક્ષેત્રની અંદર ફાર્માસિસ્ટ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કમનસીબી એ છે કે ભારત દેશની અંદર ફાર્માસિસ્ટ શું છે અને એનો આરોગ્ય વિભાગમાં શું ફાળો છે તે વિશે લોકોમાં પૂરી જાણકારી જ નથી.આપ ફાર્માસિસ્ટ અટારા દિપેનને ક્યારેય પણ તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૬૫૯૫૯ પર સંપર્ક કરી શકો છો.

રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!