વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૮ જુલાઈ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત પ્રેરિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાની તમામ સંવર્ગોની જિલ્લા સમન્વય બેઠક કાશીનાથ ભવન-ભુજ ખાતે યોજવામાં આવેલ હતી.જિલ્લા સમન્વય બેઠકની શરૂઆત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા મહિલા સહમંત્રી ડૉ. કૈલાશબેન કાંઠેચા દ્વારા કરાવવામાં આવી હતી. મંચસ્થ મહેમાનોનું પરિચય અને શાબ્દિક સ્વાગત સૌરાષ્ટ્ર સંભાગ-૧ સંગઠનમંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જિલ્લા સમન્વય બેઠકમાં પ્રાંતમાંથી જિલ્લાના પ્રવાસે પધારેલા મહાનુભવો પૈકી પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટનું પ્રાથમિક સંવર્ગ અધ્યક્ષ રામસંગજી જાડેજા અને ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા અને જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજાનું સરકારી માધ્યમિક સંવર્ગ જિલ્લા મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા અને પ્રાથમિક ગ્રાન્ટેડ રાજય પ્રતિનિધિ તિમિરભાઈ ગોર દ્વારા પુસ્તક આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા સમન્વય બેઠકમાં જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા અને જિલ્લા પ્રભારી રણછોડજી જાડેજા દ્વારા સંગઠન દ્વારા ઉકેલાયેલા પ્રશ્નોની છણાવટ કરી સદસ્યતા અભિયાનને વધુ વેગવાન બનાવવા અપીલ કરી હતી. પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ દ્વારા રાજ્યના ૧,૫૦,૦૦૦ પારના લક્ષયાંકનું સ્મરણ કરાવી સદસ્યતા અભિયાનને સફળ બનાવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સંગઠન દ્વારા ૨૯-૦૬- ૨૦૨૫ ના રોજ કર્ણાવતી અમદાવાદ (ડૉ હેડગેવાર) ભવન ખાતે યોજાયેલી રાજ્ય કારોબારી બેઠકમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકોના પડતર પ્રશ્નોનું સંકલન કરીને તારીખ ૨૩-૦૭-૨૦૨૫ ના રોજ સરકાર સાથે શિક્ષણ વિભાગ સાથે મળેલી રૂબરૂ બેઠકમાં તમામ પ્રશ્નોની છણાવટ કરવામાં આવી. મોટાભાગના પ્રશ્નો માટે સરકાર હકારાત્મક અભિગમ ધરાવે છે તથા અમુક પ્રશ્નો નીતિવિષયક છે. એ તમામ પ્રશ્નો વિશે આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર દ્વારા અને આભારવિધિ કલ્યાણમંત્ર વડે પ્રાથમિક સંવર્ગ જિલ્લા સંગઠનમંત્રી જખરાભાઈ કેરાશિયાએ કરી હતી.
આ તકે સરકારી માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી, કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, ગ્રાન્ટેડ માધ્યમિક સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ, સરકારી પ્રાથમિક સંવર્ગ જિલ્લા કોષાધ્યક્ષ કાંતિભાઈ રોઝ, પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈ, સહ મંત્રી રમેશભાઈ ભગદે, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ગઢવી, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, પીયૂષભાઈ ડાંગર અને એચ.ટાટ સંવર્ગ પ્રચાર પ્રમુખ નરસિંહભાઈ ડાંગર, શિક્ષણ વિદ જાગૃતિબેન વકીલ સહિતના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.