હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાંટાસાયણ ખાતે સુણેવખુર્દ ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.
સમીર પટેલ, ભરૂચ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાંટાસાયણ ખાતે સી. આર. સી. કક્ષાનો “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ” થીમ આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ, પ્રાર્થના, દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. બાળકોએ સ્વાગતગીતથી મહેમાનોને આવકાર્યા હતા. સુણેવખુર્દ ક્લસ્ટરની કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો.5 વિભાગ પૈકી વિભાગ 1.ટકાઉ ખેતી, વિભાગ 2. કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, વિભાગ 3.હરિત ઉર્જા / ગ્રીન એનર્જી, વિભાગ 4.(A) વિકસિત / નવીન ટેક્નોલોજી, વિભાગ 4.(B) મનોરંજક સંબંધિત ગાંણિતિક મોડલિંગ, વિભાગ 5.(A) આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ 5.(B)જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એમ કુલ 23 કૃતિઓ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી.જેમાં વિભાગ દીઠ એક-એક કૃતિના બાળ વૈજ્ઞાનિકો વિજેતા જાહેર થયા હતા.બાળકો તેમજ શિક્ષકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન, ગણિત જેવા કઠિન વિષયોને કૃતિઓના માધ્યમથી સમજે એ આ બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો. આ પ્રદર્શનને ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હાંસોટના લાયઝન અધિકારી દિપ્તીબેન પટેલ, શાળાના એસ. એમ.સી. અધ્યક્ષ જશવંતીબેન, હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટકસંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય રશ્મિકાદેવી તેમજ શાળા પરિવારના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા. નિર્ણાયક તરીકે રજનીભાઈ પટેલ તથા ધર્મેશભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી.કાર્યક્રમનું સફળ સંચાલન વીણાબેન પટેલે કર્યુ હતું.સુણેવખુર્દ ક્લસ્ટરના ઇન્ચાર્જ સી. આર. સી.કો-ઓર્ડીનેટર નિરંજનાબેન પટેલે કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા.બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. અંતે સૌ રાષ્ટ્ર્રગીત ગાઈ છૂટા પડ્યા હતા.