ARAVALLIGUJARATMODASA

રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પૂર્ણા દિવસનું આયોજન

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પૂર્ણા દિવસનું આયોજન

*લોહતત્વથી ભરપુર મીલેટ્સ અને પૂર્ણા શક્તિના ઉપયોગથી વાનગીઓનું નિદર્શન*કિશોરીઓએ વિવિધ ખાદ્ય જૂથોનો ઉપયોગ કરીને રંગોળીઓ બનાવી, જે પોષણ જાગૃતિનું અનોખું પ્રતીક બની*

ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ અભિયાન હેઠળ રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૫ ૧૨ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર સુધીની ઉજવણી અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પૂર્ણા દિવસનું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોહતત્વથી ભરપુર મીલેટ્સ (શ્રી અન્ન) અને પૂર્ણા શક્તિના ઉપયોગથી તૈયાર વિવિધ વાનગીઓનું આકર્ષક નિદર્શન કરવામાં આવ્યું, જેમાં કુપોષણ દૂર કરવા અને પરંપરાગત આહારને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં કિશોરીઓએ વિવિધ ખાદ્ય જૂથોનો ઉપયોગ કરીને રંગોળીઓ બનાવી, જે પોષણ જાગૃતિનું અનોખું પ્રતીક બની. વધુમાં, થીમ આધારિત માર્ગદર્શન પૂરું પાડીને ભાગગ્રાહકોને પોષક આહાર અપનાવવા પ્રેરણા આપવામાં આવી.

આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના આંગણવાડી કેન્દ્રો, આઈસીડીએસ અને સ્થાનિક આરોગ્ય વિભાગના સહયોગથી આયોજિત થયો, જેમાં મહિલાઓ, બાળકો અને કિશોરીઓને લક્ષ્ય બનાવીને પોષણ માહના મુખ્ય ઉદ્દેશ્યો જેમ કે ‘સુપોષિત ભારત’, ‘સ્વસ્થ માતા-શિશુ’ અને ‘આંગણવાડીને અદ્યતન બનાવો’ પર કાર્ય કરવામાં આવ્યું. મીલેટ્સ આધારિત વાનગીઓ જેમ કે રાગીની રોટલી, જુવારની ખીચડી, બાજરીના લાડુ અને કોદરાના ઉપમા વગેરેનું નિદર્શન કરીને લોકોને તેના પોષક મૂલ્ય અને બનાવવાની સરળતા વિશે જાણકારી આપવામાં આવી. કિશોરીઓએ ફળો, શાકભાજી, અનાજ અને ડેરી પ્રોડક્ટ્સ જેવા ખાદ્ય જૂથોથી બનેલી રંગોળીઓ દ્વારા પોષણના સંતુલિત આહારનું સંદેશ આપ્યો અને તેના મહત્વને સમજાવ્યું.

Back to top button
error: Content is protected !!