MORBI:મોરબી જિલ્લામાં આવતા વિચરતી વિમુક્ત જાતિના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
MORBI:મોરબી જિલ્લામાં આવતા વિચરતી વિમુક્ત જાતિના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
મોરબી જિલ્લામાં આવતા વિચરતી વિમુક્ત જાતિના આશરે 40 જેટલા સમાજોના પ્રતિનિધિઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
આ આવેદનપત્રનો મુખ્ય હેતુ એ છે કે —ગુજરાત રાજ્યમાં વિચરતી વિમુક્ત જાતિના લોકોને 11% અનામત ફાળવવામાં આવે.
અમારી સમસ્યાઓ અને માંગણીઓ દેશને આઝાદી મળી પરંતુ વિચરતી વિમુક્ત જાતિના લોકોને સચ્ચી આઝાદી મળી શકી નથી. આજના સમયમાં સૌથી વધારે પીડિત વર્ગ વિચરતી વિમુક્ત જાતિનો છે. બુલ્ડોઝર કાર્યવાહી સહિત અનેક બંધારણીય અધિકારોથી અમોને વંચિત રાખીને શોષણ કરવામાં આવે છે.અમારા બાળકો આજે પણ શિક્ષણથી વંચિત છે, પરિવારો છતથી વંચિત છે. સરકારી તંત્ર અમોને ગેરકાયદેસર ઠરાવી અપમાનજનક વર્તન કરે છે.અંગ્રેજ શાસનમાં લાગુ કરાયેલા ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ જેવી અમાનવીય નીતિઓની અસર આજના સમયમાં પણ અમારા સમાજ પર દેખાય છે. વિચરતી વિમુક્ત જાતિના વિશિષ્ટ અધિકારો છીનવીને અમોને અન્ય વર્ગ સાથે ભેળવી દેવામાં આવ્યા છે, જેના કારણે અમારો ન્યાયસંગત હક છીનવાઈ રહ્યો છે.
અમારી લડત – વિચરતી વિમુક્ત જાતિના તમામ 40 સમાજો – બજાણીયા, ભાંડ, ગારૂડી, કાથોડી, નાથ, કોટવાળિયા, તુરી, વિટોળીયા, વાદી, વાંસફોડા, બાવા વૈરાગી, ભવૈયા, ગરો, મારવાડા વાઘરી, ઓડ, પારધી, રાવળ, શિકલીગર, સરાણીયા, વણઝારા, જોગી, ભોપા, ગાડલીયા, કાંગસીયા, ઘંટિયા, ચામઠા, ચારણ-ગઢવી, સલાટ ઘેરા, બાફણ, છારા, ડફેર, હિંગોરા, મે, મિયાણા, સંધિ, ઠેબા, વાઘેર, દેવીપુજક, ચૂંવાળિયા કોળી, કોળી – એકજૂથ થઈને લડશે.
ગાંધીજીના અહિંસક માર્ગે આંદોલન આગળ વધારવામાં આવશે. જરૂર પડે તો કાયદાકીય પગલાં લઈ ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો પણ ખખડાવવામાં આવશે.
અપીલ – વિચરતી વિમુક્ત જાતિમાં આવતા તમામ 40 સમાજના સભ્યોને સમયસર હાજરી આપવા વિનંતી કરવામાં આવે છે.
સંપર્ક વ્યક્તિઓ :ઈકબાલભાઈ ઉમરભાઈ જેડા
પ્રદેશ ઉપાધ્યક્ષ, વિચરતી વિમુક્ત જાતિ ન્યાય સમિતિ 📞 9998941569 – હાસમ હુસેનભાઈ કટીયા સામાજિક કાર્યકર 📞 9825452690- આમીન ભટ્ટી સામાજિક કાર્યકર 📞 9979922855 – કાસમ સુમરા સામાજિક કાર્યકર 📞 96878 69202—વિચરતી વિમુક્ત જાતિ ન્યાય સમિતિ – મોરબી જિલ્લો