Rajkot: પાપડ, ખાખરા સહિતના માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને P.M.F.M.E. યોજના અંતર્ગત રૂ.૧૦ લાખ સુધીની સહાય મળશે
તા.૨૪/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નાના-મોટા ખાદ્યપદાર્શોના ઉત્પાદન વધારવાના હેતુથી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (P.M.F.M.E.) યોજના કાર્યરત છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા ખાનગી માઈક્રો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫ ટકા મહત્તમ રૂ. ૧૯ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે.
આ યોજના અંતર્ગત એફ.પી.ઓ., સહકારી મંડળી, સ્વ સહાય જૂથોને પ્રોજેક્ટ ખર્ચના ૩૫ ટકા મહત્તમ રૂ. ત્રણ કરોડ સુધીની સહાય મળી શકે છે. આ યોજનામાં ધાન્ય પાકો, દાળ મિલ, ચોખા મિલ, પાપડ, ખાખરા, બેકરી, નમકીન, રેડી ટુ કુક, રેડી ટુ ઈટ, જામ, જેલી, જ્યુસ, અથાણા, કેનિંગ, પલ્પિંગ, સુકવણીના ઉત્પાદનો, રેડી ટુ ઈટ ડ્રિન્ક, ચીકી, કચરિયું, ખાદ્યતેલ, મરી મસાલા, પાકો મસાલાના પ્રોસેગિંગ યુનિટ જેમ કે હળદર, મરચાં વગેરે, ડેરી ઉત્પાદનો પનીર, ચીઝ, માવો, આઈસક્રીમ વગેરે ઉત્પાદનોના ઉદ્યોગો સહાયને પાત્ર રહે છે. આ યોજનાની વિસ્તૃત જાણકારી pmfme.mofpi.gov.in તથા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨-૩ જિલ્લા સેવાસદન-૩, સરકારી પ્રેસની બાજુમાં, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ૦૨૮૧ – ૨૪૪૫૫૧૭ નંબર પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.